Katch: પહેલગામ હુમલાનો ભારતે પાકિસ્તાન પર હુમલો કરી બદલો લીધો છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતના મિસાઈલ અને હવાઈ હુમલામાં 26 લોકોના મોત થયા છે. ત્યારે દેશની સીમાઓ પર શંકાસ્પદ ગતિવિધીઓ ઝપાઈ રહી છે. કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીકથી શંકાસ્પદ હાલતમાં ડ્રોન મળી આવ્યું છે. આ ડ્રોન હાઈટેન્શન પાવર લાઈન સાથે ટકરાયું હતુ. જેથી તેમાં આગ લાગી ગઈ છે. આ ટ્રોન વિસ્ફટની ઘટના આજે સવારે 6 વાગ્યાની આસપાસ ભૂજના ખાવડા ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે બની હતી. પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. ડ્રોન સરહદ પારથી આવ્યું હતું કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા પીલીસ તંત્ર સાથે સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી છે. સંભવિત કોઈ ઉડતો પદાર્થ RI પાર્કના વીજ થાંભલા સાથે ટકરાયું હોવાની માહિતી છે. જેથી હાલ પોલીસે આ ડ્રોન મામલે તપાસ હાથ ધરી છે. કારણ કે આ ડ્રોન ક્યાથી આવ્યું તે કોઈને જ ખબર નથી. જેથી સુરક્ષા ટીમોએ ડ્રોન મામલે સઘન તપાસ હાથ ધરી છે.
બીજી તરફ પહેલગામ હુમલાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. તે બદલો લેવાની ભાવના રાખી રહ્યું છે. જોકે ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાન એલઓસી પર સતત યુધ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેનો પણ ભારતીય સેના જવાબ આપી રહી છે. જાણવા મળી રહ્યું છે. એલઓસી પારથી કરાયેલા ફાયરિંગમાં અત્યાર સુધી ભારતીય સેનાનો એક જવાન અને 15થી વધુ નાગરિકોના મોત થઈ ગયા છે.
આ પણ વાંચોઃ
Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?
Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat
Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor
Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ