Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

દિલીપ પટેલ

અમદાવાદ, 1 મે 2026

Khadia Ward Congress Victory: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં 54 વર્ષ બાદ કોંગ્રેસની પેનલ વિજેતા બની. ભાજપનો હેરિટેજ વિસ્તાર ગુમાવવો પડ્યો છે. ગુજરાત ભાજપની વિરાસત આખરે ગુમાવી છે. જ્યાંથી ભાજપે અમદાવાદમાં જીતનો પાયો નાંખ્યો હતો. ખાડિયા બેઠકમાં ભાજપની હાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં 192 બેઠકમાંથી 160 બેઠક ભાજપે જીતી છે, જ્યારે 32 બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું છે. 2021 કરતાં આ વખતે કોંગ્રેસની 8 બેઠકો વધી. AIMIMને એક પણ બેઠક મળી નથી.

જનસંઘે અહીં પક્ષાંતર કરાવીને 1972માં જીત મેળવી હતી. ભાજપનું પહેલું પક્ષાંતર અમદાવાદનું હતું. ખાડિયાને ભાજપનો ગઢ બનાવવા માટે અહીંથી સતત આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અશોક ભટ્ટનો મોટો ફાળો હોવાનું મનાય છે. જોકે, ખાડિયાના મતદારો માત્ર ભાજપને જ મત આપતાં રહ્યાં હતા. ખાડિયામાં ભાજપના સક્રિય કાર્યકરો અહીં હોવાથી જીત મેળવતો રહ્યો હતો. ખાડિયાની જનતા પહેલેથી જ લડાયક રહી છે. અહીં અનેક આંદોલનો અને રાજકિય પરિવર્તનો થયા છે. હવે 54 વર્ષ પછી મોટું રાજકીય પરિવર્તન થયું છે. હવે ખાડિયમાં ભાજપ તૂટી પડ્યો છે.

ભાજપનો હેરિટેજ વિસ્તાર 54 વર્ષે ગુમાવવો પડ્યો છે.

વર્ડ હેરિટેજ શહેર બનાવવાના કારણે હાર થઈ છે. હેરિટેજના કારણે લોકો પરેશાન હતા.
વર્ડ હેરિટેજ સિટી બન્યા બાદ સૌથી વધારે લોકો હિજરત કરી ગયા છે. લગભગ 10 હજાર કુટુંબોએ 5 વર્ષમાં ખાડિયા છોડી દીધું છે. મકાનો વેપારીઓએ ખરીદી લીધા છે. ડી લિમીટેશનના કારણે મતદારોમાં ફેરફાર થયા હતા. બે ટર્મથી અહીં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે.
સરના કારણે અહીં 25 હજાર મતદારો કપાયા હતા.

હિંદુનું કાર્ડ

જવાબદારી સ્વીકારવા ના બદલે ભાજપ અહીં ખાડિયાને આપણે પાકિસ્તાન થવા નહીં દઈએ. જે નિવેદન પર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, ભૂષણભાઈનું આ નિવેદન ઘણું જ હાસ્યાસ્પદ છે. અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં પાકિસ્તાન લઈ આવ્યા એટલે એમને અહીં કોઈ બીજા કોઈ મુદ્દા નથી દેખાતા.

નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ વિભાગ સંભાળતાં હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અહીં પ્રચારમાં આવ્યા ત્યારે ત્રાસવાદ અને ગુંડાગીરીની વાત કરી હતી. અહીંના નેતા ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ કહીને ધર્મને વચ્ચે લાવ્યા હતા. ખરેખર તો ખાડિયામાં મોટા પ્રશ્નો છે તેની વાત ખાડિયામાં કોઈએ કરી નહીં.

ખાડિયામાં હિંદુ મતદારો વધારે અને મુસ્લિમ મતદારો ઓછા છે. છતાં ખાડિયાને પાકિસ્તાન નથી બનવા દેવું એવું ભૂષણ ભટ્ટે ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ કહ્યું હતું.

કોંગ્રેસ

કોંગ્રેસે જીત બાદ કહ્યું કે, ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું. અમે ખાડિયાને ઈઝરાયલ બનાવવા નથી માંગતા. ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પોતે અહીં પ્રચાર કરવા માટે આવ્યા હતા, તેમ છતાં જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે.

ખાડિયામાં કોંગ્રેસ

કોંગ્રેસના જગત શુક્લ છેલ્લાં 45 વર્ષથી કોંગ્રેસને મજબૂત કરવાના કામમાં રોકાયેલા હતા. જેના પરિણામે
કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવ કલાપી, ઇલ્યાસ પઠાણ, મીના નાયક અને બિરજુ ઠક્કર ભાજપના ઉમેદવારો સામે જીતી આવ્યાં છે.
‘ખાડિયા પાકિસ્તાન બની જશે’ એવો દુષ્પ્રચાર કર્યો, જેને મતદારોએ જાકારો આપ્યો. કોંગ્રેસ ચૂંટણીમાં એક જ નારા સાથે ઊતર્યો હતો, ‘ખાડિયાને ખાલી થતું બચાવો. આ વાત લોકોને સ્પર્શી ગઈ. ભાજપ પણ કહે છે કે, ખાડિયામાંથી લોકોનું સ્થળાંતર વધુ થયું છે.

એસઆઈઆર

એસઆઇઆરની પ્રક્રિયા બાદ ખાડિયામાંથી 23 હજાર મતદારો ઘટયા છે, જેના કારણે ભાજપનો આ ગઢ ભાંગ્યો છે. SIRને લીધે ખાડિયામાં મૃતક અને બે સ્થળોએ નામ ધરાવતા મતદારોના નામ કમી થયા છે. ખોટા મતદારોને લઈને કોંગ્રેસે આખી કવાયત કરાવી હતી તેનું આ પરિણામ છે.

ડિલીમિટેશન

ખાડિયા વોર્ડને ભેળવી દેવાના ડિલીમિટેશનથી ભાજપને તે સમયે ફાયદો થયો. તત્કાલિકન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ડિલિમિટેશન કર્યું તેનાથી ખાડિયાનો ગઢ તુટ્યો છે. રાયપુર અને જમાલપુર મોદીના સમયમાં ડીલિમિટેશનમાં ઉમેરાયા ત્યારથી તેની પડતી થઈ હતી. છેલ્લી બે ટર્મથી વિધાનસભામાં ભાજપ હારતો આવ્યો છે. હવે સ્થાનિક ચૂંટણી પણ હારી ગયો છે. ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવે છે. ખાડિયાના બદલે ખાડિયા-જમાલપુર વિધાનસભા વિસ્તાનું નવું ડીલિમેટેશન મોદીના સમયમાં કર્યું ત્યારથી પડતી શરૂ થઈ હતી.

ભૂષણ

ભાજપના દોઢ ટર્મના પૂર્વ ધારાસભ્ય ભૂષણ અશોક ભટ્ટે ખાડિયાની હાર માટે ભાજપના નેતાઓને જવાબદાર ગણાવ્યા.. ખાડિયામાં ઉમેદવારોની પસંદગીમાં પક્ષે ભૂલ કરી છે અને અમારું પૂછ્યું જ નથી. મેં પ્રાથમિક ચર્ચા કરી હતી. આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. ભૂષણ ભટ્ટથી સ્થાનિકો તંગ આવ્યા છે. ભટ્ટ કહે છે કે, સંજોગોના કારણે હાર્યા છે. મતદારો ગુજરાતના બહારના હોવાથી બહાર જતા રહ્યા હતા.

પ્રજા સમાજવાદી પક્ષ

ખાડિયા પીએસપી પક્ષનો ગઢ હતો. જે કોંગ્રેસથી અલગ થઈને ઈન્દુચાચાએ પક્ષ બનાવ્યો તે પક્ષના ભાગલા પડીને પ્રજા સમાજવાદી પક્ષ બન્યો હતો. 1960થી 6 બેઠક પીએસપીની પેનલ આવતી હતી. ધારાસભ્ય આત્મન શાસ્ત્રી હતા.
પ્રજા સમાજવાદી પક્ષને ખતમ કરવા માટે જનસંઘે અમદાવાદમાં ખાડિયામાંથી પક્ષાંતર કરાવ્યું હતું.
તે સમયે ખાડિયાના 3 વોર્ડ હતા. જે પાછળથી એક કરી દેવાયા હતા. ખાડિયા એક અને ખાડિયા 2 એમ બે વિધાનસભા બેઠક હતી.

રાજકીય વારસો

ખાડિયામાં જનસંઘ પહેલાં પીએસપી પક્ષ ચૂંટણીમાં હતો. ત્યારે કોંગ્રેસના એક કોર્પોરેટર ચૂંટાતા હતા. પ્રજા સમાજવાદી પક્ષના ચૂંટાતા હતા. જેમાં અશોક ભટ્ટ હતા.
જનસંઘે પક્ષાંતર કરાવીને અશોક ભટ્ટને લાવ્યા પછી ભાજપનો ગઢ બન્યો હતો.
જનસંઘના સમયથી અશોક ભટ્ટ અને હરીન પાઠકના કારણે ગુજરાતમાં ભાજપના ‘એકચક્રી શાસન’ની શરૂઆત અહીંથી થઈ હતી.
ભાજપનું પ્રદેશ કાર્યાલય અહીં હતું. નાથાલાલ ઝઘડા અહીંના છે. તેમનું કુટુંબ આજે અહીં રહે છે.
દેશના નેતાઓ અહીં આવતાં હતા.
મણિનગરના આરએસએસ કાર્યાલય પરથી સાઇકલ લઈને સંગઠન મંત્રી નાથાલાલ ઝઘડા આવતા હતા. થોડા  વર્ષો આ કાર્યાલય ચાલ્યું હતું. પછી ગોલવાડ ખાડિયામાં તે કાર્યાલય લઈ જવાયું હતું.
ભાઉની પોળમાં વસંતરાવ રહેતા હતા. ગુજરાતના કે રાષ્ટ્રીય નેતાઓ વસંતરાવને ત્યાં રહેતા હતા. દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી જેવા અનેક નેતાઓ આ મકાનમાં રહી ગયા છે.
અમદાવાદમાં ખાડિયાથી ખાનપુર કાર્યાલય ગયું હતું. ત્યાંથી પંચતારક જેવી કોબાની કચેરી બની છે.
જનસંઘ, જનતા પક્ષ અને ત્યાર બાદ ભાજપ બન્યા હતા.

ખાડિયાથી 1960માં રાષ્ટ્રીય સ્વયંસેવક એવા હરીન પાઠક 1962થી  જનસંઘમાં રાજકારણ શરૂ કર્યું હતું. ત્યારે તેઓ પડદા અને પોસ્ટર લગાવતાં હતા. પાઠકને બુથ સમિતિના પ્રમુખ બનાવ્યા હતા.
1967માં શિક્ષક હરિન પાઠક જનસંઘ ખાડિયાના મંત્રી હતા. 1975માં જનસંઘમાંથી હરિન પાઠક ચૂંટાયા હતા. પછી તેઓ 6 ટર્મ લોકસભામાં તેઓ જીત્યા.
1969માં અશોક ભટ્ટ મિલ કામદારમાંથી સક્રિય રાજકારણમાં આવ્યા હતા. અશોક ભટ્ટ જનસંઘમાંથી 1969માં ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા. 1969માં અશોક ભટ્ટ અને જયેન્દ્ર પંડિય સામ સામે ચૂંટણી લડ્યા હતા.

બે વોર્ડમાંથી એક વોર્ડમાં ડો. ઓછવ તલાટી કોંગ્રેસમાંથી ચૂંટાતા હતા. તેઓ 1972માં અવસાન પામ્યા હતા. તે બેઠક પર અશોક ભટ્ટ ચૂંટણી લડ્યા હતા. તે ચૂંટણી અશોક ભટ્ટ જીત્યા હતા.
ખાડિયા 1માં હરિન પાઠક ત્રણ વખત ચૂંટાયા હતા. માંડવીની પોળ અને કામેશ્વરની પોળ મોટી પોળ છે.
ભાજપને જ્યારે ચૂંટણી લડવા માટે કોઈ ગુજરાતમાં ઉમેદવાર નહોતા મળતા ત્યારે પણ પક્ષ ખાડિયામાં તો જીતી જ આવતો.
ગુજરાતમાં 1966માં જનસંઘના 3 ધારાસભ્યો બન્યા હતા.

હિજરત

ખાડિયાના પતનમાં મહત્વું કારણ હિંદુઓની હિજતર છે. જે રોકવામાં ભાજપની 1996થી 2026 સુધીની સરકારો નિષ્ફળ રહી છે. ખાડિયા ખાલી ગઈ ગયું. જે રહ્યાં તે આર્થિક રીતે મજબૂત નથી. ગરીબી વધી છે. સમસ્યાઓ વધી છે.
અમદાવાદમાં 1969 તથા 1985-86ના કોમી રમખાણો બાદ કોટ વિસ્તારના શાહપુર, દરિયાપુર, જમાલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં હિંદુઓએ નારણપુરા અને મણિનગર કે બીજા વિસ્તારોમાં સ્થળાંતર કર્યું હતું.
મિલકતોનું વેચાણ રોકવાના આશયથી બાદમાં સરકારે અશાંત ધારો અમલી કર્યો.
હવે અહીં રાજસ્થાન અને બંગાળી કારીગરો અને વેપારીઓ રહેવા આવ્યા છે.
ખાડિયાની પોળોમાં વસતી ખાલી થઈ ગઈ છે.
2021માં ચાર બેઠકો ભાજપે જીતી હતી પણ 5 વર્ષમાં હિન્દુ મતદારો હિજરત કરી ગયા હોવાથી હાર થઈ છે.
હારનું મુખ્ય કારણ છેલ્લા 25 વર્ષથી હિંદુ વસ્તી ખાડિયા બહાર હિજરત કરી ગઈ અને તેના મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ રહી છે.

વેપારના મકાનો બન્યા

ખાડિયામાં 8થી 10 હજાર દુકાનો બની છે. અહીંના લોકો ખાડિયામાં થઈ રહેલુ વેપારીકરણ અને ટ્રાફિકની સમસ્યાને અને અહીંથી લોકોના થઈ રહેલા સ્થળાંતરથી પરેશાન હોવાનું જાણવા મળ્યું છે.
જૂના મકાનોને સીલ મારવાની સમસ્યાથી ત્રસ્ત થઈ ખાડીયાના ભાજપના પરંપરાગત મતદારો નાખુશ હતા.

હેરિટેજ સિટીથી ઝડપી પતન

જૂના મકાન રિપેરિંગ માટે જાતભાતના નવા નિયમો આવતા લોકો જૂના મકાનો કોઈ રિપેર કરી શકતા નહોતા. ઉપરાંત, અહીં જૂના મકાન તૂટી હવે ફ્લેટ બની રહ્યા છે. બીજી તરફ લોકો મકાન વેચીને ખાડિયા છોડી રહ્યા છે. અમદાવાદમાં બીજે રહેવા ગયા છે. ઘણા મકાનોમાં હોલસેલના વેપારીઓએ ખરીદી પોતાના ગોડાઉન બનાવી દીધા છે.
હેરિટેજ સિટી બનાવવાની નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષાના કારણે પણ ખાડિયાનું પતન થયું છે. ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે એવો ભય ખાડિયામાં તોડી પડાયેલા ઐતિહાસિક મકાનો પરથી ઉભો થયો છે. ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે એવો ભય સતત હતો. ખાડિયામાં તોડી પડાયેલા ઐતિહાસિક મકાન પરથી ઉભો થયો છે.
2019માં બેદરકારીના કારણે 31 હેરિટેજ મકાન તોડીને નવી બિલ્ડિંગ બની ગઈ હતી. નિર્ણય છતાં નવી બિલ્ડિંગ સામે કાર્યવાહી થઈ ન હતી. કોટ વિસ્તારમાં 2200 ઈમારતનો હેરિટેજ છે.
2019ના સર્વે પ્રમાણે 600થી વધુ હેરિટેજ ઇમારતો સામે જોખમ હતી. મકાન મરામતના અભાવે જોખમી બની ગયા હતા. હવે તે વધીને 2025માં 1 હજાર હતા. અમદાવાદની 200 પોળ પર જોખમ ઊભું થયું છે
ઈ.સ. 2000થી 2010માં 12 હજાર 500 ઐતિહાસિક મિલકત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હેરીટેજ મિલકતોની સાચવણી તથા મરામત માટે નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
2011થી 2016માં સેપ્ટ દ્વારા સર્વે કર્યો ત્યારે 10 હજાર હેરિટેજ મિલકત ગાયબ કરી દેવામાં આવી હતી.
સેપ્ટના સર્વે મુજબ મધ્ય ઝોનના શાહપુર, ખાડિયા, કાલુપુર, જમાલપુર, રાયખડ તથા દરીયાપુર વોર્ડમાં 2236 રહેણાંક પ્રકારની હેરિટેજ મિલકત હતી.
ઇન્સ્ટિટ્યુશનલ પ્રકારની 449 મિલકત સાથે કુલ 2985 ઐતિહાસિક મિલકત જણાવવામાં આવી હતી.
જે નવું મકાન લઈ શકે તેવી સ્થિતિ નથી, તેઓ હવે ખાડિયામાં રહે છે. જે મોટા ભાગે સાધારણ આર્થિક કમાણી કરે છે.

બિલ્ડરોને ફાયદો

મુસ્લિમ વિસ્તારોમાં મિલકતના ભાવ 30 ટકા વધારે છે કારણ કે જગ્યા ખૂબ જ ઓછી છે. માર્ચ 2023 માં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે આ કાયદો પાછો ખેંચવો જોઈએ. વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ માટે એક સાધન બની ગયું છે.
ખાડિયા ‘આંદોલનની ધરતી’ પણ ગણાવે છે. તોફાનોની ધરતી ગણે છે.

આ પણ વાંચો: 

Barbeque world hotel sealed: અમદાવાદની પ્રખ્યાત Barbeque World હોટલ સીલ, ખોરાકમાં જીવાત મળતાં AMCની મોટી કાર્યવાહી – thegujaratreport.com

Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ – thegujaratreport.com

Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો – thegujaratreport.com

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 2 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

  • September 21, 2026
  • 7 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 6 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 4 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 6 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

  • September 21, 2026
  • 7 views
Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ