
Kheda: ખેડા જીલ્લાના મહુધા તાલુકાની જાણીતી કન્યાશાળામાં મુસ્લીમ વિદ્યાર્થીનીના આત્મસન્માનને ભારે ઠેસ પહોંચાડવામાં આવી છે. મહિલા શિક્ષકે 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીના વાળ કાપી, ગળા પર છરી મૂકી દેવાની ધમકી આપતાં મહુધા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીનીનો વાંક માત્ર એટલો જ હતો કે તે સ્કૂલમાં બે ચોટી વાળીને ગઈ ન હતી.
મહુધા શહેરમાં કન્યાશાળા આવેલી છે. આ શાળાની શિક્ષિકા બે ચોટલા ન વાળી લાવનાર વિદ્યાર્થીની પર ભારે ગુસ્સે થઈ ગઈ હતી. શિક્ષિકાએ વર્ગની અન્ય બાળકીઓ સામે જ તેના કાતરથી વાળ કાપી નાખ્યા. બાળકીઓ માટે આત્મવિશ્વાસ અને ઓળખના પ્રતિક એવા વાળ આવી રીતે કાપી દેતા સમગ્ર શાળા વિધા મંદિર કે ત્રાસમંદિર તેવા સવાલ ઉભા થયા છે.
ખેડાના મહુધા તાલુકાની કન્યાશાળામાં વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, મહિલા શિક્ષકે ગળા પર છરી મૂકી દેવાની ધમકી આપી#mahudha #kheda #school #teacher #khedapolice #girlsschool #mahudhapolice @sanghaviharsh @Bhupendrapbjp pic.twitter.com/nloCFA7BQ1
— The Gujarat Report (@TGujarat_Report) July 3, 2025
શિક્ષિકાની આવી હરકતથી વિદ્યાર્થીની સતત ભયમાં છે અને અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ડરનો માહોલ પ્રસરી ગયો છે. ઘટનાની જાણ થતાં વાલીઓ ગુસ્સે ભરાયા અને શાળાની બહાર એકઠા થઈને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળાના નિયમોના નામે શિક્ષિકા દ્વારા સતત વિદ્યાર્થીની ઓનું અપમાન અને દમન ગુજારવામાં આવે છે.

આ ઘટના ફરીવાર સવાલ ઉભા કરે છે કે શાળા જેવી પવિત્ર જગ્યા કેટલી સુરક્ષિત છે અને શું વિદ્યાર્થીનીઓનું આત્મસમ્માન સાચવી શકાય છે? હાલ શિક્ષણ વિભાગે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવા માટે આશ્વાશન આપ્યું છે.
પિડિત વિદ્યાર્થીનીએ રડતાં રડતાં પોતાની આપ વીતી જણાવી છે. પિડિત વિદ્યાર્થીને કહ્યું હતુ કે હું મુસ્લીમ છું, સંગીતા ટીચરે મારી ચોટી કાપી નાખી. નવી સ્કૂલમાં આવતી નહીં આવી તો ગળા પર છરી મૂકી દઈશ. મને પીરસવા ન દીધુ, ખાવાનું ના આપ્યું. હું બે ચોટી ના વાળી ગઈ એટલે મારા વાળ કાપી નાખ્યા.
વિદ્યાર્થીના ખુલાસા બાદ ભારે હોબાળો મચી ગયો છે. વાલીઓમાં રોષ ભભૂક્યો છે. બીજી ત પ્રન્સિપાલે આ ઘટના અંગે કહ્યું હું સ્કૂલમાં હાજર ન હતો. મને આ બાબતે કોઈ જાણકારી નથી.
વિદ્યાર્થીની વાલીએ આરોપ લગાવ્યો છે આ ઘટના સ્કૂલમાં પ્રાર્થના સમયે બની છે. તો બધા શિક્ષકો શું કરી રહ્યા હતા.
હા મે ચોટી કાપી: શિક્ષિકા

ઉલ્લેખનયી છે કે ઘટનાના આજે બીજા દિવસે વાલી સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યા મહિલા શિક્ષિકાએ નફ્ફટાઈથી કબૂલ્યું છે કે હા મે ચોટી કાપી છે. શિક્ષિકાએ કહ્યું કે હવે પછી તમારી છોકરીને નહીં કહીએ કે આવી રીતે આવજે. જોકે મહિલા શિક્ષિકાનું નિવેદન ઘોડામાંથી તબેલા છૂટી ગયા પછા તાળા મારવા જેવું છે.