Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Kheda, Matar  Murder: ખેડા જીલ્લાના માતર તાલુકામાંથી કલેજું કંપાનારી ઘટના સામે આવી છે. નિર્દય દિકરાએ પોતાની 85 વર્ષિય માતાને મોતના મુખમાં ધકેલી દીધી છે. દિકરાએ માતાને ધારિયાના ઘા ઝીંકી મારી નાખી છે. માત્ર વિધવા પુત્રવધૂને તેડી લાવવાની અને વિમા ક્લેમની તકરારમાં હત્યાને અંજામ આપ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પેટ પર પાટા બાંધી સંતાનોનો ઉછેર કરનાર માતાની આ રીતે કોઈ દિકરો હત્યા કરે સૌ કોઈના કાળજા કંપી ઉઠે. પણ આ નિર્દય દિકરાને માતાની હત્યા કરવા કેવી રીતે જીવ ચાલ્યો હશે. હાલ તો માતર પોલીસે આ દિકરા ભૂપત ચૂનારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર માતર તાલુકાના વણસર ગામે પટેલ ફળિયામાં 31 વર્ષીય વિક્રમ ચુનારા રહે છે. તેમના કાકા ભૂપત ચુનારા પોતાની 85 વર્ષિય વૃદ્ધ માતા બાલુબેન સાથે આ વિસ્તારમાં જ રહે છે. આ ભૂપતને ત્રણ સંતાન છે. જેમાં વચેટ પુત્ર ચંદ્રકાંતનું અકસ્માતમાં મોત થઈ ગયું હતુ. જેથી આ ચંદ્રકાંતની પત્ની અને તેનો 5 વર્ષનો પુત્ર આ ભૂપત સાથે રહેતાં હતાં. પરંતુ લાંબા સમયથી વિધવા બનેલી પુત્રવધૂને તેના સસરો ભૂપત હેરાન કરતો હતો. કરતા હતા. જેથી તે બાળકને સાસરે મૂકી પોતાના પિયરમાં જતી રહી હતી.

માતા સાથે ભૂપત અવાર-નવાર ઝઘડા કરતો

ચંદ્રકાંત અકસ્માતમાં ગુજરી જતાં વિમો પાક્યો હતો, જે વિમાના રૂપિયા બાબતે ભૂપત અવારનવાર પોતાની વૃદ્ધ માતા બાલુબેન સાથે બોલાચાલી કરતો હતો. તેમજ પોતાની વિધવા પુત્રવધૂને તેડી લાવવા જીદ કરતો હતો. 15 એપ્રિલની રાત્રે આ બાબતે ભૂપત અને માતા બાલુબેને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી આક્રોશમાં આવેલા ભૂપતે માતા પર ધારિયાથી હુમલો કર્યો હતો. જેમાં માતાને માથાના ભાગે ધારિયાના ઘા વાગી ગયા હતા. ગાલ, કાન ચીરાઈ ગયા હતા. જેથી વૃધ્ધ માતા ઢળી પડી હતી. જેથી માતા બાલુબેનને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું હતુ.

હત્યારા પુત્રની પોલીસે કરી ધરપકડ

બનાવમાં વિક્રમ પોતાના ઘરની ગેલેરીમાં હતો અને પોતાના કાકાએ આ રીતે દાદીને ધારીયું મારતા તે દોડી આવ્યો હતો. પરંતુ કાકા ભૂપતે ભત્રીજાને પણ પતાવી દેવાની ધમકી આપી હતી. આથી વિક્રમે પોતાના પિતા તેમજ ફોઈને જાણ કરી હતી. જે બાદ માતર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને હત્યારા ભૂપત ચુનારાની ધરપકડ કરી છે. આ બનાવમાં માતર પોલીસે વિક્રમ ચુનારાની ફરિયાદના આધારે કાકા ભૂપત ચુનારા સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 6 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 7 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 7 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?