Kheda: સગી ભાણીને મામાએ ગર્ભવતી બનાવી, મૃત ભ્રૂણનો DNA ટેસ્ટ થશે

Kheda Crime: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પર તેના જ મામા દ્વારા બળાત્કારની ઘટના સામે આવી છે, જેણે સમાજમાં મામા-ભાણીના પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે. આ ઘટનામાં આરોપી મામા ઈકબાલશા ઈબ્રાહીમશા દિવાને સગીરા પર બે-ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતુ.  જેના પરિણામે સગીરા ગર્ભવતી બની અને તેણે મૃત ભ્રૂણને જન્મ આપ્યો. હવે આ મૃત ભ્રૂણના પિતાની ખાતરી કરવા માટે DNA ટેસ્ટ હાથ ધરવામાં આવશે.

સગીરા વેકેશન માણવા મામાના ઘરે ગઈ હતી

મળતી માહિતી અનુસાર, નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા વેકેશન દરમિયાન રજાઓ માણવા માટે આણંદ જીલ્લાના આંકલાવામાં તેના મામાના ઘરે હતી. આ દરમિયાન આરોપી મામા ઈકબાલશા ઈબ્રાહીમશા દિવાન (રહે. આંકલાવ)એ તેની સગી ભાણી પર બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આવું નીચ કૃત્ય આરોપીએ બે-ત્રણ વખત આચર્યું હતું. આ ઘટનાને પગલે સગીરા ગર્ભવતી બની, અને તેણે એક મૃત ભ્રૂણને જન્મ આપ્યો. જાણવા એવું પણ મળ્યું છે કે મામાએ ભાણીને પ્રેમમાં ફસાવ્યા બાદ આ કૃત્યુ આચર્યું છે.

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

બાળકના પિતાની ઓળખ થશે

આ ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી મામાની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ ગુનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સગીરાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સગીરાના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને મૃત ભ્રૂણના DNA ટેસ્ટ માટે નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટના આધારે બાળકના પિતાની ઓળખ થશે, જે આ કેસમાં આગળની કાર્યવાહી માટે નિર્ણાયક સાબિત થશે.

મામા-ભાણીના સંબંધોને કલંકિત કર્યા

આ ઘટનાએ સમાજમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે. મામા-ભાણીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી આ ઘટનાએ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને સંબંધિત અધિકારીઓ આ કેસને ગંભીરતાથી હાથ ધરી રહ્યા છે.

પોલીસ હાલ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવા અને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે કામ કરી રહી છે. DNA રિપોર્ટના પરિણામો આવ્યા બાદ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સમાજ માટે એક ચેતવણીરૂપ છે કે આવા ગુનાઓ સામે સખત પગલાં લેવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

આ પણ વાંચો:
 
Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 2 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 6 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 7 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 11 views

  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?