Sabarkantha Accident | જીપ, બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6નાં મોત, 7ને ઇજા

  • સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા – અંબાજી રોડ પર હિંગટિયા નજીક સર્જાયો વિચિત્ર અકસ્માત.
  • અંબાજી – વડોદરાની એસટી બસ, મુસાફરો ભરેલી જીપ અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત.
  • 1 વર્ષની બાળા સહિત 5 લોકોનાં દુઃખદ મોત નિપજ્યાં, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં.

Triple Accident | આજે બપોરના સમયે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા – અંબાજી હાઈ વે પર હિંગટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતાં ભારે હાહાકાર મચી ગયો હતો. અંબાજી – વડોદરા જતી એસટી બસ, મુસાફરો ભરેલી જીપ અને બાઈક અગમ્ય કારણોસર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતાં. અકસ્માતના બનાવમાં 1 વર્ષની બાળકી સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 7 જેટલાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ખેરોજ પોલીસ મથકના પી.આઈ. એન. આર. ઉમટે મીડિયાને જણાવ્યું હતું કે, હાલના તબક્કે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે. પણ હાલના તબક્કે ટ્રીપલ અકસ્માતમાં જીપમાં સવાર અને બાઈક સવાર લોકો પૈકી 6 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 7  લોકોને ઇજા પહોંચી હોવાથી તેઓને તાત્કાલિક મટોડા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવને પગલે ખેડબ્રહ્મા પોલીસ મથકનો સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માત સર્જાતાં જ દોડી આવેલાં સ્થાનિક લોકોએ રાહત કામગીરી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરી હતી.

હિંગટિયા નજીક સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે મૃતકોનાં સ્વજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલાં લોકોની યાદી

  • પોપટભાઈ સકાભાઈ તરાલ (રહે. બુબડિયાના છાપરા, તા – ખેડબ્રહ્મા)
  • સાયબાભાઈ ગલબભાઈ બેગડિયા (રહે. ચાંગોદ, તા – ખેડબ્રહ્મા)
  • મંજુલાબહેન બચુભાઈ બેગડિયા (રહે. ચાંગોદ, તા – ખેડબ્રહ્મા)
  • અજયભાઈ નવાભાઈ ગમાર (રહે. નાડા, તા –  પોશીના)
  • સારવાર માટે હિંમત નગર લઈ જવાતાં સમયે એક અજાણ્યા પુરુષનું રસ્તામાં મોત નિપજ્યું

આ પણ વાંચોઃ

Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ