IPL 2025 । સાંઈ સુદર્શને બનાવ્યો T-20નો વર્લ્ડ રેકોર્ડ, આવો મહારેકોર્ડ બનાવનાર દુનિયાનો એકમાત્ર બેસ્ટમેન

  • સાંઈ સુદર્શને ટી-20માં શૂન્ય પર આઉટ થયાં વગર સૌથી વધુ રન બનાવ્યાં.
  • હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓપનરે 23 બોલમાં 48 રન ફટકારી રેકોર્ડ બનાવ્યો.

IPL 2025 । આઈપીએલ 2025ની 51મી મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શન (Sai Sudharsan) એ 23 બોલમાં તોફાની 48 રન ફટકાર્યા હતાં. માત્ર બે રનથી સાંઈ સુદર્શન અડધી સદી ચૂકી ગયો હતો પરંતુ, તે આ તોફાની ઇનિંગ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શક્યો હતો. સાંઈ સુદર્શન ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં 0 રન પર આઉટ થયા વગર સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. સાંઈ સુદર્શને અત્યાર સુધી ટી-20માં 0 પર આઉટ થયાં વગર 2016 રન બનાવ્યાં છે. હજી એ આ આંકડો વધારી શકે તેમ છે.

0 રન પર આઉટ થયા વગર ટી-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન (Most T20 runs without a duck)

સાંઈ સુદર્શન, ભારત (54 ઇનિંગ) 2016* રન

કડોવાકી ફ્લેમિંગ, જાપાન (35 ઇનિંગ) 1420 રન

માર્ક બાઉચર, સાઉથ આર્ફ્રિકા (76 ઇનિંગ) 1378 રન

તૈય્યબ તાહિર, પાકિસ્તાન (46 ઇનિંગ) 1337 રન

રજત પાલીવાલ, ભારત (63 ઇનિંગ) 1231 રન

કેમરુન ગ્રીન, ઓસ્ટ્રેલિયા (49 ઇનિંગ) 1076 રન

રોહન કુન્નૂમલ, ભારત (33 ઇનિંગ) 1015 રન

આ ઉપરાંત, સાંઈ સુદર્શન ટી-20માં સૌથી ઝડપી 2000 રન બનાવવાવાળો બીજો બેટ્સમેન બન્યો છે. સુદર્શને 54 ઇનિંગમાં આ વિશેષ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આવું કરીને સુદર્શને સચિન તેન્ડુલકર અને બ્રેડ હોજ જેવાં દિગ્ગજોને પાછળ છોડી દીધાં છે.

ટી-20 માં સૌથી ઝડપી 2000 રન (Fastest to 2000 runs in T20)

53 ઇનિંગ – શોન માર્શ

54 ઇનિંગ – સાંઈ સુદર્શન*

58 ઇનિંગ – બ્રેડ હોજ / માર્ક્સ ટ્રેસ્કોથિક / મુહમ્મદ વસીમ

59 ઇનિંગ – સચિન તેન્ડુલકર / ડી’આર્સી શોર્ટ

આઈપીએલ 2025ની 51મી મેચ અંગેની વાત કરીએ તો, ગુજરાત ટાઈટન્સે પહેલા બેટીંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 224 રન બનાવ્યા હતાં. બાદમાં 224 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં માત્ર 186 રન જ બનાવી શકી હતી. જેને પગલે ગુજરાત ટાઈટન્સ 38 રનથી મેચ જીતી ગઈ હતી. આઈપીએલ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં 14 પોઈન્ટ સાથે બીજા નંબર પર પહોંચી છે. પહેલાં નંબર પર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે.

આ પણ વાંચોઃ

Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

 

 

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

    • September 18, 2026
    • 1 views
    Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

    UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

    • September 18, 2026
    • 3 views
    UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 7 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 11 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ