
Kutch: ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કને ભારે વરસાદ અને પવનના કારણે ગંભીર નુકસાન પહોંચ્યું છે. તાજેતરમાં કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે કચ્છના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે કુદરતનો આ પ્રકોપ અદાણીને પણ નડ્યો છે. વિશ્વના સૌથી મોટા અદાણી પ્લાન્ટમાં વરસાદી પાણી ફરી વળ્યું છે. જેથી અદાણીને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખાવડા રીન્યુબલ એનર્જી પાર્ક દરિયામાં ફેરવાયું
કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ધોધમાર વરસાદ પછી ભારેપાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે અમુક સોલાર પ્લેટ્સને નુકસાન થયું છે અને ભારે પવનથી વિન્ડ ટર્બાઇન્સ પર પણ અસર થઈ છે. આ પ્રોજેક્ટ, જે ભારતની રિન્યુએબલ એનર્જી મહત્વાકાંક્ષાનું પ્રતીક છે, હવે પ્રકૃતિના આ કુદરતી પ્રકોપ સામે ટકી રહેવાની ચેલેન્જનો સામનો કરી રહ્યું છે. નુકસાનની તાત્કાલિક અસર ઉર્જા ઉત્પાદન પર પડવાની ધારણા છે.
કન્સ્ટ્રક્શન કામગીરી રોકાઈ
મહત્વનું છે કે,કચ્છનું રણ, જે વિશ્વ પ્રખ્યાત તેના મીઠાના મેદાન માટે છે, ચોમાસા દરમિયાન કુદરતી રીતે પાણીથી ભરાઈ જાય છે. આ વર્ષે અસામાન્ય ભારે વરસાદે આ વિસ્તારને વધુ જટિલ બનાવ્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ખાવડા પાર્કમાં 3,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પાણી ભરાયું, જેના કારણે કન્સ્ટ્રક્શન કામગીરી રોકાઈ ગઈ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન
ભારે પવનથી અમુક સોલાર પેનલ્સને નુકસાન થયું છે અને પાણીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે. આ પાર્કમાં હાલમાં 5 ગીગાવોટથી વધુ ક્ષમતા કાર્યરત છે, પરંતુ આ નુકસાનથી ટૂંકા ગાળામાં 10-15% ઉત્પાદન પર અસર પડી શકે છે.
વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ હબ
ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે અમદાવાદ શહેર કરતાં મોટો વિસ્તાર છે. આ પાર્ક 30 ગીગાવોટ (GW) ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું હાઇબ્રિડ સોલાર-વિન્ડ પ્રોજેક્ટ છે, જે 1.8 કરોડ ઘરોને વીજળી પૂરી પાડી શકશે. અંદાજિત ખર્ચ 2.26 બિલિયન ડોલર છે.
સરકારી જમીન
ભુજથી લગભગ 160 કિલોમીટર દૂર, ખાવડામાં પ્રોજેક્ટ છે. ખાવડામાં જમીન સરકારની છે, જેણે આ જગ્યા અદાણી ગ્રુપને 40 વર્ષ માટે લીઝ પર આપી છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જે અમદાવાદ શહેર જેટલી જમીન અને પેરિસના કદ કરતાં લગભગ પાંચ ગણો મોટો છે.
ખાવડાનો વિવાદ
50 ટકા વીજળી ડિસેમ્બર-2024 સુધીમાં મળવાની છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા 30 કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મોદીના મિત્ર અદાણી કંપની અને બીજી જગ્યાએ રિલાયન્સને જમીન આપી છે.25 જાન્યુઆરી 2019ના દિવસે જયારે આ પાર્ક માટે લેન્ડ એલોટમેન્ટ પોલિસી જાહેર થઈ હતી તેમાં ક્યાંય રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની વાત નહોતી. 14 સપ્ટેમ્બર 2020ના રોજ નીતિમાં સુધારો કરીને રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ ઉમેરાયો.કેટલીક કંપનીઓએ આ નિયમ ઉમેરાયો અગાઉ જ આ ડિપોઝિટ ભરી દીધી હતી.
ગુજરાત સરકારને 58 કરોડનું નુકસાન
આ મુદ્દે સોલર પાવર ફેસીલીટેશન કંપનીએ મૌન જાળવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, કચ્છમાં અદાણીને જમીન ખોટી રીતે ટ્રાન્સફર કરવાથી ગુજરાત સરકારને 58 કરોડનું નુકસાન થયું છે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ








