
Language controversy Maharashtra: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટના મંગળવારે ભાયંદર વિસ્તારમાં બની છે. ઘટનાનો એક વીડિયો મંગળવારે રાત્રથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક શખ્સો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)પાર્ટીના પ્રતીકવાળા ખેસ પહેરેલા જોવા મળ્યા હતા. જેઓએ મરાઠી ન બોલવા પર ગુજરાતી દુકાનદારને તમાચા ઝીંકી દીધા છે.
મરાઠી બોલવું જરુરી છે?, કહેતા જ હુમલો
MNS कार्यकर्ताओं ने मराठी न बोलने पर एक दुकानदार को पीट दिया
ये सरेआम गुंडई है इन गुंडों की।@Dev_Fadnavis जी अगर जरा भी कानून व्यवस्था हो तो इनके खिलाफ कठोर कार्रवाई होनी चाहिए। अगर नहीं होती तो राज्य सरकार को बोल देना चाहिए कि हम सुरक्षा नहीं दे पाएंगे। pic.twitter.com/lBIKZZEPxc
— Nitesh Dubey 🇮🇳 (@Niteshfearless) July 1, 2025
મળતી માહિતી મુજબ ફૂડ ખરીદતી વખતે એક વ્યક્તિએ એક ગુજરાતી સ્ટોલ માલિકને મરાઠીમાં બોલવાનું કહ્યું. જોકે ગુજરાતી વેપારી ના બોલ્યો અને દલીલો કરી, વેપારીએ એટલી જ દલીલ કરી હતી કે મરાઠી બોલવું જરુરી છે?, આનાથી MNSના કાર્યકરો ગુસ્સે થઈ ગયા અને તેણે સ્ટોલ માલિકને ધમકાવાનું શરુ કરી દીધું. ત્યાર બાદ MNS પાર્ટીના કાર્યકરોએ સ્ટોલ માલિકને માર માર્યો હતો. ઉપરાછાપરી થપ્પડો મારી દીધી હતી. જે બાદ ઘણો ભારે વિવાદ સર્જાઈ ગયો છે.
FIR દાખલ
પોલીસે જણાવ્યું છે કે સ્ટોલ માલિકની ફરિયાદના આધારે કાશ્મીરી પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે MNS સભ્યો રાજ્યમાં વ્યાપારિક સંસ્થાઓ અને બેંકોમાં મરાઠી ભાષાના ઉપયોગ પર આગ્રહ અને દબાણ કરી રહ્યા છે.
આ પહેલા થોડા દિવસો પહેલા ભાષા વિવાદનો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં એક મોલમાં એક કર્મચારી મરાઠીમાં ન બોલતા મનસેના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત, મોટી સંખ્યામાં પહોંચેલા મનસેના કાર્યકરોએ કાનપુરમાં કર્મચારીને પકડી લીધો હતો અને તેની માફી માંગી હતી.