
Modi government: સંસદના ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ બિહાર મતદાર યાદી સુધારણાના મુદ્દા પર વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. શુક્રવારે વિપક્ષના સાંસદોએ નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર સુધી કૂચ કાઢી હતી જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમાં ભાગ લીધો હતો.મકર દ્વાર પહોંચતા જ રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષી સાંસદોએ સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR) લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા હતા. અને તેમણે તેમને પ્રતીકાત્મક કચરાપેટીમાં પણ ફેંકી દીધા. તેમણે મોદી સરકાર વિરોધી નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના હોબાળા બાદ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.
સરકાર ગરીબો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવા માંગે છે : મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે તેમની પાર્ટીના ઓબીસી પાંખના ‘ભાગીદારી ન્યાય સંમેલન’ને સંબોધિત કરતી વખતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકાર ગરીબો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવા માંગે છે અને ફક્ત પ્રભાવશાળી લોકોએ જ મતદાન કરવું જોઈએ. જ્યારે બાબા સાહેબ આંબેડકરજી અને પંડિત જવાહરલાલ નહેરુજીએ દેશના તમામ લોકોને મતદાનનો અધિકાર આપ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આપણે કોઈપણ ભેદભાવ વિના દરેકને સત્તા આપવી જોઈએ. પરંતુ આજે ભાજપ જે ખોટી રીતે મત સુધારણા કરવાનો પ્રયાસ કરી રહી છે તે ખૂબ જ ખરાબ બાબત છે.
चुनाव आयोग ने आज आधिकारिक एलान किया है कि वह Special Intensive Revision (SIR) Exercise पूरे देश में लागू करेगा।
मोदी सरकार ग़रीबों, दलितों, आदिवासियों, पिछड़े वर्ग, अल्पसंख्यकों और वंचितों के वोट काटना चाहती है, ताकि वो भारत के संविधान को मनुस्मृति के मुताबिक बदलाव कर सके।… pic.twitter.com/wGjYXIADGL
— Mallikarjun Kharge (@kharge) July 25, 2025
SIR દેશભરમાં થશે લાગું
ખડગેએ કહ્યું કે, આ લોકશાહીને નુકસાન પહોંચાડે છે, દેશને નુકસાન પહોંચાડે છે. આજે ચૂંટણી પંચે એક પરિપત્ર જારી કર્યો છે કે SIR ફક્ત બિહાર માટે નથી, તેઓ દેશભરમાં મતોની સમીક્ષા કરશે – આ યોગ્ય નથી. બિહાર SIR સામેના વિરોધ પર કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે આ લોકશાહીની હત્યા છે. અમે તેની સામે દરેક લોકશાહી રીતે અમારી લડાઈ ચાલુ રાખીશું.
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો