
Anna Hazare: મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગણી સાથે અન્ના હજારે ભૂખ હડતાળ શરૂ કરશે.તેમણે કહ્યું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો નહીં ઘડવામાં આવે તો તેમને જીવવાની કોઈ ઈચ્છા નથી.સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ આગામી તા. 30 જાન્યુઆરી, 2026થી ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે.મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવાની માંગ સાથે તેઓ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરૂ કરવાનું એલાન કર્યુ છે.એક ખાનગી ચેનલના અહેવાલ અનુસાર અન્નાહજારેએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે.
આ પત્રમાં તેમણે ભૂખ હડતાળ શરૂ કરવાની વાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે 28 ડિસેમ્બર, 2022 ના રોજ વિધાનસભામાં અને 15 ડિસેમ્બર, 2023 ના રોજ વિધાનસભા પરિષદમાં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું. પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી, જેના કારણે અણ્ણાએ હવે ઉપવાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
●સરકાર સાથે ઘણી બેઠકો થઈ પણ પરિણામ મળ્યું નથી-અન્ના
અન્ના હજારેએ કહ્યું, “આ દેશ કાયદાના આધારે ચાલે છે. લોકસભા અને વિધાનસભાનું મુખ્ય કાર્ય કાયદો બનાવવાનું છે. મેં અત્યાર સુધીમાં 10 કાયદા પસાર કરાવ્યાં છે,રાજ્યમાં એક મજબૂત લોકાયુક્ત કાયદો જરૂરી છે,આ અંગે અમારી પાસે ઘણી બેઠકો થઈ છે,સરકારે ખાતરી આપી છે, પરંતુ લોકાયુક્ત કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.તેથી, હું હવે આ નિષ્કર્ષ પર આવ્યો છું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહી આવે,તો હવે મને જીવવાની કોઈ ઇચ્છા નથી.”
●જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું સમાજના કલ્યાણ માટે કામ કરીશ-અન્ના
અન્ના હજારેએ વધુમાં કહ્યું, “મારું આખું જીવન દેશના કલ્યાણ માટે છે,મારી પાસે એક પલંગ અને ભોજનની થાળી સિવાય બીજું કંઈ નથી,મારી પાસે મારા માટે કંઈ નથી,પરંતુ સમાજના કલ્યાણ માટે હું જીવું છું,જ્યાં સુધી મારી પાસે જીવ છે ત્યાં સુધી હું તેના માટે કામ કરીશ. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે,તેમના આદર્શો આપણી સામે છે,હું પણ ત્યાં જ મૃત્યુ પામીશ. જ્યાં સુધી આનો અમલ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ના હજારેએ 2011 માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક ઐતિહાસિક આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે જનલોકપાલ બિલની માંગણીએ રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું તેમના નેતૃત્વમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને “અન્ના જાગો” ના નારા આંદોલનનું પ્રતીક બની ગયા હતા.દિલ્હીના રામલીલા મેદાનમાં અન્નાનો વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો અને દેશ વિદેશમાં અન્ના જાણીતા બન્યા હતા.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો










