8 વાર MLA રહી ચૂકેલા Vijay Shah ભાન ભૂલ્યા, FIR દાખલ થતાં જ સુપ્રિમમાં પહોંચ્યા, શું થશે?

  • India
  • May 15, 2025
  • 0 Comments

Vijay Shah Agains FIR: ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ(Vijay Shah)ની મુશ્કેલીઓ વધી રહી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ બાદ વિજય શાહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમને મંત્રી પદ પરથી રાજીનામું આપવાની ધમકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવે વિજય શાહે રાહત મેળવવા સુપ્રિમ કોર્ટના શરણે પહોંચ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા પર કરેલી ટિપ્પણીના મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મંત્રી વિજય શાહે સુપ્રીમ કોર્ટ પાસે અરજી પર વહેલી સુનાવણીની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલાની સુઓમોટો લેઈ પોલીસને મંત્રી વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આ પછી પોલીસે વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે.

પક્ષ દ્વારા હજું સુધી કેમ લેવાયું નથી રાજીનામું?

હાઈકોર્ટના આદેશ પર FIR દાખલ થવા છતાં અને શાસક અને વિપક્ષ બંને પક્ષો તરફથી તેમના રાજીનામાની માંગણી છતાં મંત્રી વિજય શાહે રાજીનામું આપ્યું નથી. મોડી રાત્રે, રાજીનામું આપવા અને FIR દાખલ કરવા અંગે CM હાઉસ ખાતે CM ડૉ. મોહન યાદવ, પ્રદેશ પ્રમુખ વીડી શર્મા, સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામા પર કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.

રિપોર્ટ જેપી નડ્ડાને મોકલવામાં આવ્યો

મળતી માહિતી મુજબ નેતાઓની બેઠક બાદ રિપોર્ટ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મોકલવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય નેતાઓના દબાણ હેઠળ વિજય શાહ આજે રાજીનામું આપી શકે છે. ભાજપના નેતા ઉમા ભારતી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીએ પણ વિજય શાહને પદ પરથી બરતરફ કરવાની માંગ કરી છે. આઠ વખત ધારાસભ્ય બનેલા વિજય શાહ આદિવાસી સમુદાયમાંથી આવે છે, જે મધ્યપ્રદેશની વસ્તીના 21 ટકા છે.

વિજય શાહે કર્નલ સોફિયા પર શું ટીપ્પણી કરી હતી?

વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીનો ઉલ્લેખ કરીને કહ્યું હતુ કે “જેમણે આપણી બહેનોનો સિંદૂર ઉજાડ્યો, તેમની જ બહેનને મોકલીને એમની ઐસી કી તૈસી કરી.” સાથે સાથે કર્નલ સોફિયાને આતંકીઓને બહેન ગણાવી હતી.


આ પણ વાંચોઃ

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading
Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
  • October 29, 2025

Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 5 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 7 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 18 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 9 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 9 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત