
Pankaj Dheer Death: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું અવસાન થઈ ગયું ચે. જેથી તેમના મિત્રો અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના નજીકના મિત્ર અમિત બહલે ઇન્ડિયા ટુડે સાથેની એક મુલાકાતમાં અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
View this post on Instagram
પંકજ ધીર હવે રહ્યા નથી
મિડિયા અહેવાલો અનુસાર પંકજને કેન્સર હતું, જેનું નિદાન પણ કરાવ્યું હતુ. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેનું કેન્સર થયું. અભિનેતાની હાલત ખૂબ જ નાજૂક હતી. આ કેન્સરને કારણે તેની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચી ના શક્યા. સોશિયલ મીડિયા પર અભિનેતા પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પંકજને મહાભારત શોથી ખ્યાતિ મળી
પંકજે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જોકે, 1988માં રિલીઝ થયેલી બીઆર ચોપરાની મહાભારતથી તેમને ખ્યાતિ મળી હતી. આ શોમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું હતું તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. ટીવી શો ઉપરાંત પંકજે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતા. તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ કર્યું હતું.
અંગત જીવનની વાત કરીએ તો તે તેમની પત્ની અનિતા ધીર અને પુત્ર નિકિતિન ધીર છે. તેમનો પુત્ર નિકિતિન ધીર શોબિઝમાં સક્રિય છે. ચાહકો નિકિતિનને ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં થંગાબલી તરીકેની ભૂમિકા માટે જાણે છે. તેના પિતાની જેમનિકિતિન પણ અનેક પૌરાણિક શોમાં દેખાયો છે. તેણે શ્રીમદ રામાયણમાં રાવણ તરીકેની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી. તેની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે અને ઘણા ટીવી શોમાં જોવા મળી છે. લગ્ન પછી, તે ભાગ્યે જ પડદા પર જોવા મળે છે.઼
આ પણ વાંચો:
કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ
જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા
પતંગની શોધ ક્યાં દેશમાં થઈ હતી? રામાયણ-મહાભારતમાં છે પતંગનો ઉલ્લેખ પરંતુ….
Ahmedabad: પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, JG યુનિવર્સિટી ખાતે મોટો હોબાળો








