
Maharashtra: આ ઘટના અહિલ્યાનગરની છે, જેમાં એક વ્યકિતએ એક એક કરી પેલા પોતોના 4 બાળકોને કુવામાં ફેંકયા, અને પછી પોતે પણ મોતની છંલાગ લગાવી.એકસાથે 5 મોત થવાથી વિસ્તાર હચમચી ગયો.સૌ કોઈ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા. આ બનાવ પાછળનું કારણ પતિ-પત્નીના ઝઘડાને ગણાવવામાં આવ્યું.
ઘરેલું ઝઘડાએ લીધાં જીવ
આ ઘટનામાં મૃતક અરુણનો પત્ની સાથે ઝઘડો થાય છે. અને આ પછી તે તેના આશ્રમશાળામાં ભણતાં બાળકોને લેવા નીકળી જાય છે. ત્યાં તે બાળકોને બાઈક પર બેસાડીને શિરડીથી 10 કિલોમીટર દૂર એક ખેતરમાં કુવા નજીક લઈ જાય છે. ત્યાં પહોંચી એક પછી એક વારાફરતી બાળકોને કુવામાં ફેંકી દે છે. અને આ પછી પોતે પણ કુદી જઈને જીવ આપી દે છે. ઘણો સમય વીતી ગયા પછી પણ બાળકો શાળાથી નથી આવતાંને અરુણ પણ નથી દેખાતો ત્યારે પરિવાર શોધખોળ શરુ કરે છે.
કુવામાંથી મૃતદેહ મળ્યાં
પરિવારને જાણકારી ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ બાળકોની શોધખોળ કરે છે. અને તેમને કુવામાંથી મૃતદેહો મળી આવે છે. તે આ 5 મૃતદેહોને બહાર કાઢે છે. અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે.જોકે અરુણને બહાર કાઢયો ત્યારે તેના હાથ-પગ દોરડાથી બાંધેલા હતાં, જેથી પોલીસે વધારાની તપાસ હાથ ધરી છે.
ઘરેલુ ઝઘડાનો શિકાર બને છે નિર્દોષ બાળકો
આપણે ઘણીવાર સાંભળતાં હોય છે કે માતા અથવા પિતા ઘરના કકળાંટમાં બાળકો સાથે આત્મહત્યા કરે છે. આવું એટલા માટે થાય છે કે માતાપિતા યોગ્ય સમજ કેળવી શકતાં નથી, પોતાના ઝઘડાઓમાં બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનું ભૂલી જાય છે, બાળકોને સારુ વાતાવરણ આપવાને બદલે તેમના જીવને જોખમમાં મૂકે છે, બાળકો જીવ લેવો કોઈ રસ્તો નથી બચવાનો તમારે સાથે બેસીને બાળકો વિશે વિચાર કરવો જોઈએ. પરિવાર સાથે ચર્ચા કરો. કોઈપણ સમસ્યામાં બાળકોનો ખોટી રીતે ઉપયોગ ના કરો. નાની નાની વાતોમાં પણ ગુસ્સામાં આવી આવા ખોટા નિર્ણયો ન કરવા જોઈએ.પેલા ઝઘડાને શાંત કરવા્નો પ્રયત્ન કરો પરિવારને વાત કરો અન્ય માર્ગ શોધો પણ ક્રોધમાં કરેલા નિર્ણયો હમેંશા ખોટા સાબીત થાય છે. નિર્દોષ બાળકોને તમારા ગુસ્સાનો ભોગ ન બનાવો.
અહેવાલ : સુમન ડાભી
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું








