
-સંકલન: દિલીપ પટેલ
Mumbai Adani Airport: ભારતના મોટા બિઝનેસ ગૃપ અદાણી સતત વિવાદોમાં ફસાયેલું રહે છે. તેના એરપોર્ટ વિભાગ (અદાણી એરપોર્ટ્સ) સાથે જોડાયેલા અનેક વિવાદો છે. જેમાં ભ્રષ્ટાચારના આરોપો, નાણાકીય અનિયમિતતાઓ, કર્મચારીઓના વિરોધ અને સરકારી સંપાદનની પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે મુંબઈને એરપોર્ટનો વિવાદ વધુ ચગ્યો છે.
જુનું હવાઈ મથક બંધ
ફ્લાઈટ્સને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શિફ્ટ કરવા અંગે વિવાદ ઉભો થયો છે.
બંને એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ હેઠળ છે. AAHLએ કેટલીક ફ્લાઈટ્સ CSMIAથી NMI ખસેડવાનો નિર્ણય લીધો હતો. એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનએ આ નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી હતી.
રીનોવેશન હેઠળ દાદાગીરી
CSMIA પરનું ટર્મિનલ 1નું સમારકામ કરવા તોડી પાડવામાં આવ્યું. જે 2028 સુધીના લાંબા ગાળા માટે બંખ રાખીને અદાણીના બીજા હવાઈ મથકને ફાયદો કરાવવાનો હતો. જેથી કેટલીક ફ્લાઈટ્સ CSMIA ટર્મિનલ 2 પર શિફ્ટ, જ્યારે કેટલીક ફ્લાઈટ્સ NMI પર શિફ્ટ થઇ જશે, જેની સામે કેટલીક એરલાઈન્સે વાંધો ઉઠાવ્યો હતો.
CSMIA ટર્મિનલ 1ની ક્ષમતા વર્ષે 1 કરોડ 50 લાખ મુસાફરોની છે. તે તમામ મુસાફરોને નવી મુંબઈ હવાઈ મથક પર ખસેડવાનો નિર્ણય લીધો હતો. તેથી મોટો વિવાદ થયો હતો.
15 મિલિયન પેસેન્જરસ પર એનમ(MPPA)ની છે, જે રીનોવેશન હેઠળ જવાથી, 10 MPPA ને NMI અને 5 MPPAને CSMIAના T2 પર ખસેડવામાં આવશે. T1 નું રીનોવેશન સપ્ટેમ્બર 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ તેની ક્ષમતા 20 MPPA થઇ જશે.
વિમોનોને ખસેડવા અંગે સ્પષ્ટતા માંગી હતી. એરલાઈનના અધિકારીએ કહ્યું હતું કે અસર ઘટાડવા માટે બીજા કોઈ યોજના બનાવી ન હતી.
અદાણીના નવી મુંબઈ એરપોર્ટનો શ્રીમંત મુસાફરો ઉપયોગ કરે તે માટે મહારાષ્ટ્રની ભાજપ સરકાર અને કેન્જદ્રની મોદી સરકાર કોઈ કસર છોડી નથી.
ભોંયરું
ઓક્ટોબર 2025માં મુંબઈ સરકારે ટનલ બનાવીને અદાણીને મોટો ફાયદો કરાવવા નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હવાઈ મથકને મુંબઈ સાથે જોડવા માટે એક ટનલ બનાવવાની જાહેરાત કરી હતી. સી લિંક, બીકેસીથી નવી મુંબઈ એરપોર્ટ સુધી ટનલ બનાવી શકાય કે કેમ તેની તપાસ કરવા જણાવ્યું છે.
નવી મુંબઈ એરપોર્ટ મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. વર્ષે 2 કરોડ મુસાફરો લઈ જવા ટનલ બનશે. ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.
નવો રસ્તો બનાવાયો
કનેક્ટિવિટી સુધારવા માટે અટલ સેતુથી કોસ્ટલ રોડ સુધી એક નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.
વોટર ટેક્સી
મુસાફરો માટે વધારાની સુવિધા પૂરી પાડતી વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. જેનાથી પણ વહાઈ મથકલે મોટો ફાયદો થવાનો છે.
નવો કર વધારો
મુંબઈ એરપોર્ટે નાણાકીય વર્ષ 2030માં વપરાશકાર વિકાસ કર કે ફી અને અન્ય એરોનોટિકલ ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મુંબઈ એરપોર્ટ પર સ્થાનિક મુસાફરો પાસેથી વપરાશકાર વિકાસ કર વસૂલવામાં આવતો નથી, પરંતુ હવે ઓપરેટરે ડોમેસ્ટિક પેસેન્જર પર રૂ. 325 આપવા પડશે. એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે વપરાશકાર વિકાસ કર રૂ. 187 થી વધારીને રૂ. 650 કરવાનું નક્કી કર્યું છે.
બુલેટ ટ્રેનનો ફાયદો
અદાણીના નવા હવાઈ મથકને નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનનું સીધું જોડાણ આપીને મોટો ફાયદો કરાવી આપ્યો છે. દેશના પ્રથમ મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન થાણે અને મુંબઈના ઉપનગરોમાં ચાલી રહ્યું છે. અટલ સેતુ અર્થાત્ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા તેને સીધું મુંબઈ સાથે જોડવામાં આવશે.
મેટ્રોનો ફાયદો અદાણીને
સૂચિત મેટ્રો લાઇન 8 એટલે કે ગોલ્ડ લાઇન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મુંબઈ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને જોડશે.
હૈદરાબાદ બુલેટ્રેનનો ફાયદો
મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. જેના કારણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના મુસાફરો પણ નવી મુંબઈ એરપોર્ટ સુધી સરળતાથી પહોંચી શકશે.
વોટર ટેક્સીનો ફાયદો
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું પ્રથમ જળ પરિવહન ધરાવતું એરપોર્ટ બનશે. વોટર ટેક્સી દ્વારા તેને મુંબઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સીધું જોડી શકાશે.
થાણે, કલ્યાણ, ભિવંડી, ડોમ્બિવલી, મુંબઈ મહાનગર પ્રદેશના ઘણા વિસ્તારો મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડવામાં આવશે.
અદાલતી ખટલો
સામાજિક સંગઠ પ્રકાશજોતએ કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતાને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
(મુંબઈના અખબારી અહેવાલોના આધારે)
આ પણ વાંચો:
Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!
Gujarat Politics: 2002ના ભાજપના ચૂંટણી ઢંઢેરા, ગુજરાતમાં મોદીએ આપેલા વચનો 2025માં પણ કેમ અધૂરા?








