
Maharashtra kidnapping case: મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છઠ્ઠા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીનું તેના પિતાના ત્રણ મિત્રોએ પૈસા પડાવવા માટે અપહરણ કર્યું હતું અને બાદમાં તેની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. આઘાતજનક વાત એ છે કે બાળકના પિતા સાથે આરોપીઓ પણ તેને શોધી રહ્યા હતા. આ સનસનાટીભરી ઘટના સોમવારે રાત્રે ખાપરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને મંગળવારે તેનો ખુલાસો થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ જીત યુવરાજ સોનકર તરીકે થઈ છે, જે છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છે. તે સોમવારે સવારે શાળાએ ગયો હતો પરંતુ સાંજ સુધી ઘરે પાછો ફર્યો ન હતો. તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે સાવનર તાલુકાના ચણકાપુરની ઝાડીઓમાં એક બકરી પાલકને કોથળામાં ભરેલો મૃતદેહ મળ્યો, અને તેણે તે જીતનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું. તેના માથા અને આંખોમાં ઈજાઓ, તેમજ લોહીના નિશાન સ્પષ્ટ કરે છે કે તેની હત્યા કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓને પકડ્યા
આ જઘન્ય ગુનાનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે પોલીસે જીતના પિતાના મિત્રોની શંકાના આધારે અટકાયત કરી. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ રાહુલ પાલ, યશ વર્મા અને અરુણ ભારતીય તરીકે થઈ છે. જાણવા મળ્યું કે ગુના પાછળનો મુખ્ય સૂત્રધાર વાકોલી કોલોનીનો રહેવાસી રાહુલ પાલ હતો. આરોપી રાહુલ જીતના પિતા યુવરાજ સોનકરનો લાંબા સમયથી મિત્ર છે અને છેલ્લા સાત-આઠ વર્ષથી તેમના સારા સંબંધો હતા.
5 લાખ રૂપિયા પડાવવાની યોજના
રાહુલને ખબર પડી કે યુવરાજે કરોડો રૂપિયાની પોતાની ખેતીની જમીન વેચી દીધી છે. આ માહિતીના આધારે ત્રણેયે જીતનું અપહરણ કરીને તેના પિતા પાસેથી 5 લાખ રૂપિયા પડાવવાની યોજના ઘડી હતી.
આરોપીઓએ 15 સપ્ટેમ્બરના રોજ જીતનું અપહરણ કર્યું હતુઅને તેને શહેરમાં ફેરવ્યો હતો. બાદમાં તેઓએ કારમાં તેનું ગળું દબાવીને ક્રૂરતાથી હત્યા કરી, તેના શરીરને કોથળામાં ભરીને ચણકાપુરની ઝાડીઓમાં ફેંકી દીધું હતુ. આશ્ચર્યજનક રીતે, આરોપીઓ, જીતના પિતા સાથે, આ સમય દરમિયાન તેને શોધી રહ્યા હતા, જેથી શંકા ન થાય.
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
Ahmedabad: કારમાંથી બિયરની બોટલ, વર્દી અને નંબરપ્લેટ મળી, નશમાં ધૂત પોલીસે રિક્ષાચાલકને ટક્કર મારી!
Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….








