
Narendra Modi terrorist says Sheikh Abdullah: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના યુકે (યુનાઇટેડ કિંગડમ) પ્રવાસ પર છે. યુકેથી PM મોદી માલદીવ જશે. મોદી 25-26 જુલાઈના રોજ માલદીવમાં રહેશે. વડાપ્રધાન બન્યા પછી આ મોદીની માલદીવની ત્રીજી મુલાકાત હશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર મોદી માલદીવ જઈ રહ્યા છે, પરંતુ આ પહેલા પણ તેમના એક સંબંધીએ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
મુઇઝ્ઝુના સાળાએ મોદીને આતંકવાદી કહ્યા

PM મોદીની માલદીવ મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના સાળા અને સલાફી જમિયતના નેતા શેખ અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે મોદીને આતંકવાદી કહ્યા છે. ઇબ્રાહિમ મોદીની માલદીવ મુલાકાતથી ખુશ નથી. તેમણે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી, જેમાં મોદીને માલદીવમાં આમંત્રણ આપવાના નિર્ણયને ખોટો ગણાવ્યો. આ પોસ્ટમાં તેમણે મોદી માટે લખ્યું, “મોદી ઇસ્લામના સૌથી મોટો દુશ્મન, તે આતંકવાદી છે. તેમણે બાબરી મસ્જિદ તોડી પાડી, જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધું. તેમને માલદીવમાં આમંત્રણ આપવું એ એક મોટી ભૂલ છે.” જોકે, ઇબ્રાહિમે બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી.
મોદીનો માલદીવ ત્રીજીવાર જશે
મોદી 25 જુલાઈએ માલદીવ પહોંચશે. 26 જુલાઈએ ત્યાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તેઓ મુખ્ય મહેમાન બનશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. મોદીની માલદીવની આ ત્રીજી મુલાકાત હશે, જે વેપાર, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવશે. ઓક્ટોબર 2024 માં માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ સાથેની વાતચીત બાદ બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર કામ કરવાનું શરૂ કર્યું છે.
- નવેમ્બર 2018: પીએમ મોદી રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા. આ દરમિયાન તેમણે માલદીવ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.
- જૂન 2019: મોદીએ માલદીવની રાજ્ય મુલાકાત લીધી, જે દરમિયાન તેમણે માલદીવ સંસદ (મજલિસ) ને સંબોધિત કરી અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતુ.
આ પણ વાંચો:
Gondal: રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર કોણે ચલાવી ગોળી?
Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?
Russia Plane Crash: રશિયામાં અમદાવાદની જેમ વિમાન ક્રેશ, 50 લોકો સવાર હતા, જુઓ









