Meerut News: ઓનલાઈન ગેમિંગ બની મોતનું કારણ; “માઈન્ડ એટેક”આવતા 22 વર્ષીય યુવાનનું મોત!

  • India
  • February 9, 2026
  • 0 Comments

Meerut News: આજકાલ યુવાનો અને બાળકોમાં ઓન લાઈન ગેમનું દુષણ વઘ્યુ છે ત્યારે તેના ગંભીર પરિણામો પણ સામે આવી રહયા છે, મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં 22 વર્ષીય એક યુવકનું ઓનલાઈન ગેમ રમતા રમતા તેનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતુ અને મગજનો એટેક આવતા તેની મગજની નસ ફાટી જતા તેનું કરુણ મોત થઈ ગયુ હતુ.

મૃતકની ઓળખ મોહમ્મદ કૈફ તરીકે થઈ છે, જે ખૈરનગર ગુલર વાલીનો રહેવાસી છે. એવું કહેવાય છે કે કૈફ ઘણો સમય ઓનલાઈન ગેમિંગમાં વધારે વિતાવતો હતો, ઘટનાના દિવસે તે કાનમાં ઈયરફોન લગાવીને મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક માથામાં ભારે દુખાવો અને બેચેનીની ફરિયાદ કરી હતી. થોડી વાર પછી તે ઢળી પડયો હતો.

આ જોઈ તેના પરિવારજનો તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની હાલત વધુ ખરાબ થઈ અને તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ત્યાં બે દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી, પરંતુ ડોકટરોના ઘણા પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો નહીં.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દાખલ થવા સમયે તેનું બ્લડ પ્રેશર 300 થી વધુ પહોંચી ગયું હતું, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે, ગેમ રમતી વખતે તેને મગજનો એટેક આવ્યો હતો જેમાં યુવાનની મગજની નસ ફાટી ગઈ હતી જે તેના મોતનું કારણ બની હતી.

પરિવારના સભ્યો કહે છે કે તેઓ તેના ગેમિંગ વ્યસન વિશે સંપૂર્ણપણે જાણતા ન હતા. તેઓ આ બાબતે બોલવાનું ટાળી રહ્યા છે. સ્થાનિકોના મતે, કૈફ ઘણીવાર કલાકો સુધી મોબાઇલ ગેમ્સ રમતો રહેતો હતો. અગાઉ, ગાઝિયાબાદમાં ત્રણ બહેનોએ ગેમિંગ વ્યસનને કારણે આત્મહત્યા કરી હતી. આ બધા કિસ્સાઓ અંગે, ડોકટરો કહે છે કે વધુ પડતો તણાવ, ઉત્તેજના અને લાંબા સમય સુધી સ્ક્રીન ટાઇમ યુવાનો પર ગંભીર સ્વાસ્થ્ય અસરો કરી શકે છે, આમ,તમામ વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે અને બાળકો કે યુવાઓને ગેમનું વ્યસન હોયતો તાત્કાલિક ચેતી જવાની જરૂર છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

  • March 27, 2026
  • 5 views
Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

  • March 27, 2026
  • 10 views
Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 7 views
Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 11 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

  • March 27, 2026
  • 17 views
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 8 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”