
- ગુજરાતમાં ગરમીનો પારો ચઢવાની હવામાન વિભાગે કરી આગાહી; જાણો શું કહ્યું?
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે. હાલમાં ચાલી રહેલી ડબલ ઋતુનો અંત આવશે અને થોડા જ દિવસોમાં તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં બેવડી ઋતુનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, તેથી લોકોમાં તાવ-શરદી, શરીર તુટવાના કેસો જોવા મળી રહ્યાં છે. શિયાળો વિદાય લેવાના અંતિમ તબક્કામાં છે.
રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, શિયાળાની વિદાઇ થઇ રહી છે અને ત્યારે જ ગરમી વધતી જોવા મળી રહી છે. તાજેતરમાં જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં દિવસના સમયે ખાસ કરીને બપોરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
તાપમાનના નોંધાયેલા આંકડા મુજબ, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 35.6 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે. આવી સ્થિતિમાં ગુજરાતવાસીઓએ ગરમીથી બચવા અત્યારથી જ પૂરતી તકેદારી રાખવી જરૂરી બનશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં શિયાળો હવે અંતિમ તબક્કામાં છે અને આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધશે. રાજ્યમાં તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને બપોરના સમયે મહત્તમ તાપમાન 30 ડિગ્રી પાર જશે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાન સામાન્ય રીતે યથાવત રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચો-Gujarat Budget 2025-26: રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના, યુવનો માટે ખાસ વ્યવસ્થા