
Mexico Plane Crash: મધ્ય મેક્સિકોમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે, એક નાનું ખાનગી વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા આ અકસ્માતને કારણે અહીંના સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી ઘટનાની જાણ થતાંજ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને તાત્કાલિક બચાવ અને રાહત પ્રયાસો શરૂ કર્યા હતા.
■અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો
મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ટોલુકા એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર સાન માટેઓ એટેન્કોમાં થયો હતો,વિમાન એકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું.
અકસ્માત પછી તરત જ અગ્નિશામકો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો.સાન માટો એટેન્કોના મેયર અના મુનિઝે મિલેનીયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે આગની તીવ્રતાને કારણે, આસપાસના આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રશાસન દ્વારા સાવચેતી રૂપે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે,સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું હતું કે અન્ય કોઈ કારણસર, તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે.
■ફૂટબોલ મેદાન પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો
વિમાનના પાઇલોટે નજીકના ફૂટબોલ મેદાન પર ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો,પણ તે નજીકની એક કોમર્શિયલ ઇમારત સાથે અથડાયું અને જોરદાર ટક્કર બાદ વિમાનમાં આગ લાગી ગઈ.
■વિમાનમાં કેટલા લોકો સવાર હતા?
હર્નાન્ડેઝે જણાવ્યું હતું કે કુલ આઠ મુસાફરો અને બે ક્રૂ સભ્યો સવાર હતા. જોકે, અકસ્માતના ઘણા કલાકો પછી ફક્ત સાત મૃતદેહો મળી આવ્યા હતા. બાકીનાની શોધ અને ઓળખ ચાલુ છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








