Modi Govt Report Card: બેરોજગારીનો વિસ્ફોટ અને મોંઘવારીનો માર! કોંગ્રેસે મોદી સરકારનું કાઢ્યું ‘રિપોર્ટ કાર્ડ’.

  • India
  • June 10, 2026
  • 0 Comments

Modi Govt Report Card: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના બીજા વર્ષે કોંગ્રેસે ‘પ્રચાર વિરુદ્ધ હિસાબ’ નામનો ૭૫ પાનાનો એક વિસ્ફોટક દસ્તાવેજ જાહેર કરીને સરકારની પોલ ખોલી છે. કોંગ્રેસના રિસર્ચ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટ કાર્ડમાં રોજગાર, આર્થિક વિકાસ, લોકશાહી અને શિક્ષણના તમામ સરકારી દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા ૧૨ વર્ષોમાં ગરીબ-વિરોધી આર્થિક નીતિઓ અને નબળી વિદેશ નીતિએ દેશને એવી સ્થિતિમાં લાવી દીધો છે કે ગરીબ પરિવારો ફરી લાકડાના ચૂલાના ઝેરી ધુમાડા તરફ ધકેલાયા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે મોદી સરકારનું એકમાત્ર મોડેલ એ છે કે અબજોપતિ મિત્રોના લાખો-કરોડોના દેવા માફ કરવા અને તેની ભરપાઈ કરવા માટે ગરીબોને મોંઘવારીનું બિલ પકડાવવું.

ઉજ્જવલાનો અસલી ચહેરો

કોંગ્રેસના રિપોર્ટ કાર્ડ મુજબ, ઉજ્જવલા યોજનાના દાવાઓ માત્ર કાગળ પર રહી ગયા છે. સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા ૯ થી ઘટાડીને ૪ કરી દેવામાં આવી છે અને છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૮૯ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. સૌથી વધુ માર પ્રવાસી મજૂરોને પડ્યો છે, જેમણે ૫ કિલોના નાના સિલિન્ડર માટે ૩૨૩ રૂપિયા વધુ ચૂકવવા પડે છે. રાજીવ ગૌડાએ જણાવ્યું કે વડાપ્રધાનની ભવ્ય જાહેરાતો અને હેડલાઈન્સ પાછળ લોકોની જિંદગીમાં કોઈ સકારાત્મક બદલાવ આવ્યો નથી. રૂપિયો અત્યારે વિશ્વની સૌથી નબળી મુદ્રાઓમાં સામેલ છે, જે સરકારની આર્થિક નિષ્ફળતાનો પુરાવો છે.

બેરોજગારીનો વિસ્ફોટ અને યુવા પેઢીનું અંધકારમય ભવિષ્ય

શિક્ષણ અને રોજગારના મોરચે સરકાર સંપૂર્ણપણે ફેલ સાબિત થઈ છે. કોંગ્રેસના રિપોર્ટ મુજબ, ૧૦ માંથી ૪ ગ્રેજ્યુએટ યુવાનો આજે બેરોજગાર છે. શહેરી યુવાનોમાં બેરોજગારીનો દર ૧૮.૪ ટકા સુધી પહોંચી ગયો છે, અને ગ્રેજ્યુએટ થયા બાદ માત્ર ૭ ટકા યુવાનોને જ સ્થાયી પગારવાળી નોકરી મળી રહી છે. આટલું ઓછું હોય તેમ વારંવાર થતા પેપર લીક કાંડથી યુવાનોનું મનોબળ તૂટી ગયું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે અત્યાર સુધીમાં ૮૯ પેપર લીક થયા છે અને ૪૮ વાર પરીક્ષાઓ ફરી લેવી પડી છે. કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ છે.

ઉદ્યોગોનું પતન અને લોકશાહીનું અધઃપતન

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્ર આજે આઈસીયુમાં છે. છેલ્લા એક વર્ષમાં ૪૦,૦૦૦ જેટલા ઉદ્યોગો કાયમી ધોરણે બંધ થઈ ગયા છે. નોટબંધીનું જે પાપ આ સરકારે કર્યું હતું, તેની અસર આજે પણ આ ક્ષેત્ર ભોગવી રહ્યું છે. આર્થિક રીતે ભારત ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના દાવા કરતું હતું, પરંતુ આજે વાસ્તવિકતામાં ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલરથી પણ નીચે સરકી ગયું છે. બીજી તરફ, લોકશાહીના સ્તંભો પણ નબળા પડી રહ્યા છે. રાજીવ ગૌડાએ ગંભીર આક્ષેપ કર્યો કે દેશભરમાંથી ૬.૫ કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી રાતોરાત હટાવી દેવામાં આવ્યા છે, જે ભારતીય લોકશાહી માટે એક મોટી ત્રાસદી છે.

ઘોર નિષ્ફળતાનું રિપોર્ટ કાર્ડ: વિદેશી રોકાણકારોનો દેશમાંથી મોહભંગ

અમિતાભ દુબેએ સરકારના આંકડાઓને આડે હાથ લેતા કહ્યું કે વિદેશી રોકાણકારો ભારત છોડી રહ્યા છે અને ઘરેલુ ઉદ્યોગપતિઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ સરકારે રેલવેની સુરક્ષાને પણ રામભરોસે છોડી દીધી છે; છેલ્લા સમયગાળામાં ટ્રેક પર ૨૨,૪૧૩ લોકોના મોત થયા છે. મહિલાઓની સ્થિતિ પણ કથળી છે, ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારત ૧૦૮મા સ્થાનથી ગગડીને ૧૩૧મા ક્રમે પહોંચી ગયું છે. આ આંકડાઓ સાબિત કરે છે કે વડાપ્રધાન મોદીની ‘સબકા સાથ, સબકા વિકાસ’ની વાતો માત્ર ચૂંટણીલક્ષી સૂત્રો બનીને રહી ગઈ છે. ૧૨ વર્ષનો આ સમયગાળો જાહેરાતોનો તો રહ્યો, પણ આમ આદમીના વિકાસનો નહીં. હવે પ્રશ્ન એ છે કે શું જનતા આ સત્યને સ્વીકારીને સત્તાના આ ‘લૂંટ મોડેલ’ને ઉખેડી ફેંકવા તૈયાર થશે?

આ પણ વાંચો: 

Noida Deer Park: દિલ્હીની ભૂલોમાંથી કેમ નથી શીખતું નોઈડા તંત્ર? નવા હરણ પાર્કમાં છુપાયેલું મોટું જોખમ! – thegujaratreport.com

Borsi Shrimp Ponds Demolition: પર્યાવરણ બચાવ કે ગરીબોની રોજી પર ઘા? બોરસીના ઝીંગા તળાવો તોડી પાડતા ભારે વિવાદ! – thegujaratreport.com

Meenakshi Natarajan: ‘વોટ ચોરી’થી ‘સીટ ચોરી’ સુધીનો ભાજપનો ખેલ! મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થતા ચૂંટણી પંચ સામે ધરણા – thegujaratreport.com

Related Posts

CJP Supports INDIA Bloc Rally: CJPનું INDIA બ્લોકની રેલીને સમર્થન, SIRના વિરોધ વચ્ચે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ તેજ
  • October 29, 2026

CJP Supports INDIA Bloc Rally: કોકરોચ જનતા પાર્ટી (CJP)એ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) સામે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે 1 નવેમ્બરે દિલ્હીના…

Continue reading
Jauhar University ED Action: અખિલેશ યાદવની આઝમ ખાન સાથે મુલાકાત બાદ જૌહર યુનિવર્સિટી પર EDનો સકંજો
  • October 29, 2026

Jauhar University ED Action: રામપુરની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJP Supports INDIA Bloc Rally: CJPનું INDIA બ્લોકની રેલીને સમર્થન, SIRના વિરોધ વચ્ચે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ તેજ

  • October 29, 2026
  • 3 views
CJP Supports INDIA Bloc Rally: CJPનું INDIA બ્લોકની રેલીને સમર્થન, SIRના વિરોધ વચ્ચે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ તેજ

Jauhar University ED Action: અખિલેશ યાદવની આઝમ ખાન સાથે મુલાકાત બાદ જૌહર યુનિવર્સિટી પર EDનો સકંજો

  • October 29, 2026
  • 4 views
Jauhar University ED Action: અખિલેશ યાદવની આઝમ ખાન સાથે મુલાકાત બાદ જૌહર યુનિવર્સિટી પર EDનો સકંજો

Bengal SIR Logical Discrepancy: બંગાળ SIRમાં ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, કાયદેસરતા અંગે અંતિમ નિર્ણય બાકી

  • October 29, 2026
  • 9 views
Bengal SIR Logical Discrepancy: બંગાળ SIRમાં ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, કાયદેસરતા અંગે અંતિમ નિર્ણય બાકી

Bihar MLC Election Results: બિહાર MLC ચૂંટણીમાં JDUની આંતરિક ખેંચતાણ સામે આવી, અનંત સિંહની બળવાખોરી છતાં નીરજ કુમારની જીત

  • October 29, 2026
  • 9 views
Bihar MLC Election Results: બિહાર MLC ચૂંટણીમાં JDUની આંતરિક ખેંચતાણ સામે આવી, અનંત સિંહની બળવાખોરી છતાં નીરજ કુમારની જીત

Manipur Political Crisis: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPની મુશ્કેલીઓ વધી, ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેન ઇમ્ફાલથી દૂર અને ગઠબંધનમાં મતભેદ

  • October 28, 2026
  • 14 views
Manipur Political Crisis: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPની મુશ્કેલીઓ વધી, ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેન ઇમ્ફાલથી દૂર અને ગઠબંધનમાં મતભેદ

Manipur Highway Blockade: મણિપુરમાં ધોરીમાર્ગોની નાકાબંધી અને બળજબરીથી વસૂલાતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં, મૈતેઈ સંગઠનોની અનેક માગ

  • October 28, 2026
  • 6 views
Manipur Highway Blockade: મણિપુરમાં ધોરીમાર્ગોની નાકાબંધી અને બળજબરીથી વસૂલાતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં, મૈતેઈ સંગઠનોની અનેક માગ