
Mumbai: આજે સવારે 7 વાગ્યાથી સીબીઆઈ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 સીબીઆઈ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ કરી રહી છે.17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીનો કેસ નોંધાયો છે.
અનિલ અંબાણીના ઘરે દરોડા
ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડી, રૂ. 2000 કરોડની લોન છેતરપિંડીનો કેસ અનિલ અંબાણી અને તેમની કંપની આર કોમ (રિલાયન્સ કમ્યુનિકેશન્સ) વિરુદ્ધ એસબીઆઈ અને કેનેરા બેંકે જે પ્રકારના નિર્ણયો લીધા તે આ બેંકોની કાર્યશૈલી પર સવાલ ઊભા કરી રહ્યા છે .
આજે સવારે 7 વાગ્યાથી સીબીઆઈ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 સીબીઆઈ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ કરી રહી છે.
કંપનીઓ વચ્ચે નાણાંની આપ-લે સંબંધિત દસ્તાવેજોની શોધ
સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈ તપાસમાં અનિલ અંબાણીના ઘર અને બેંક લોન કેસ સંબંધિત અન્ય સ્થળોએ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ યસ બેંક અને અનિલ અંબાણીની કંપનીઓ વચ્ચે નાણાંની આપ-લે સંબંધિત દસ્તાવેજો શોધી રહી છે.
અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)દ્વારા ઉદ્યોગપતિની તેમના ગ્રુપ કંપનીઓ સામે કથિત રીતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના અનેક બેંક લોન છેતરપિંડીના કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કર્યાના થોડા અઠવાડિયા પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા. CBI એ અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા પાડ્યા છે SBI એ 13 જૂન, 2025 ના રોજ આ કેસને “છેતરપિંડી” તરીકે વર્ગીકૃત કર્યો હતો
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું આવુ
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં એક લેખિત જવાબમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બેંકે RBI ને છેતરપિંડીનો રિપોર્ટ મોકલ્યો છે અને CBI માં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. હવે CBI એ ઔપચારિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.