
Sanjay Raut on Saugat-E-Modi: ઈદના પવિત્ર તહેવાર પર મોદી સરકાર મુસ્લિમ સમુદાયના લગભગ 40 લાખ પરિવારોને ઈદની ભેટ આપી છે. ‘સૌગત-એ-મોદી’ કીટ લોકોના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. આજે (30 માર્ચ) હિન્દુ નવું વર્ષ પણ છે. ત્યારે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે.
શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે કહ્યું, “આજે મહારાષ્ટ્રમાં હિન્દુ નવું વર્ષ અને મરાઠી નવું વર્ષ છે. આ ખૂબ જ પવિત્ર દિવસ છે. દરેક જગ્યાએ શોભા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. કાલે ઈદ છે. PM મોદીએ લગભગ 40 લાખ મુસ્લિમ ભાઈઓને તેમના ઘરે ઈદની ભેટ પહોંચાડી છે. તેમણે તેમના કાર્યકરોને મસ્જિદો અને મુસ્લિમ વિસ્તારોમાં જઈને તેમને ભેટવાનું કામ સોંપ્યું છે.”
‘ચૂંટણી દરમિયાન પીએમ મોદીની ભાષા અલગ હોય છે’: સંજય રાઉત
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સંજય રાઉતે PM મોદી પર નિશાન સાધતા કહ્યું, ” જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તેમની ભાષા અલગ હોય છે કે મુસ્લિમો દેશમાં ન રહે, પરંતુ હવે જ્યારે બિહારની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું છે, ત્યારે મોદી મુસ્લિમોના મિત્ર બનવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ બધું એક ઢોંગ છે.”
VIDEO | Addressing a press conference in Mumbai, Shiv Sena (UBT) leader Sanjay Raut says, “It’s Hindu New Year today. It’s Marathi New Year in Maharashtra. Shobha Yatra are being taken out. It’s Eid tomorrow. BJP workers have been given directions to visit Mosques and Muslim… pic.twitter.com/Ddvl5xdGAT
— Press Trust of India (@PTI_News) March 30, 2025
PM મોદી નાગપુર પહોંચે તે પહેલા સંજય રાઉતે આડે હાથ લીધા
આજે PM મોદી નાગપુર આવશે અને RSS મુખ્યાલયની મુલાકાત લેશે. આ અંગે સંજય રાઉતે કહ્યું, “આ સારી વાત છે. તેમને વડાપ્રધાન બન્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેઓ મુખ્યાલય ગયા નથી, પરંતુ સંઘના કાર્યકરો લોકસભામાં સક્રિય હતા, તેનું પરિણામ મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું. એટલા માટે PM મોદી મોહન ભાગવત સાથે વાત કરવા જઈ રહ્યા હશે.”
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી અંગે નિવેદન
આ ઉપરાંત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી અંગે સંજય રાઉતે કહ્યું, “પ્રમુખની પસંદગી અત્યાર સુધીમાં થઈ જવી જોઈતી હતી, પરંતુ તે તેમનો આંતરિક મામલો છે.” સંજય રાઉતે દાવો કર્યો હતો કે સંઘ ઇચ્છે છે કે ભાજપ પ્રમુખ તેમની પસંદગીનો હોય. જેથી ભાજપ પ્રમુખનો હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
સૌગત-એ-મોદી કીટમાં શું છે?
સૌગત-એ-મોદી કીટમાં ખાદ્યપદાર્થો તેમજ કપડાં, સેવૈયા, ખજૂર, ડ્રાય ફ્રૂટ્સ અને ખાંડનો સમાવેશ થાય છે. મહિલા કિટમાં સૂટ કાપડનો સમાવેશ થાય છે. પુરુષોની કિટમાં કુર્તા-પાયજામાનો સમાવેશ થાય છે. દરેક કીટની કિંમત 500 થી 600 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?
આ પણ વાંચોઃ પુતિનની કારમાં મોટો વિસ્ફોટ, ઝેલેન્સકીની ભવિષ્યવાણી સાચી પડશે કે શું?, Explosion Video
આ પણ વાંચોઃ Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા
આ પણ વાંચોઃ શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?