
Nagpur Violence News: મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે (17 માર્ચ) રાત્રે ભયંકર હિંસા ફાટી નીકળી હતી. જોત જોતામાં અશાંતિ કોતવાલી અને ગણેશપેઠ સહિત અનેક વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં મુશ્કેલી બની ગઈ હતી. બાદમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ ઘટના પછી લોકો જાણવા માંગે છે કે નાગપુરમાં હિંસા કેવી રીતે ફાટી નીકળી અને વિવાદ ક્યાંથી શરૂ થયો. શું વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અફવાઓ ફેલાઈ હતી?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે એક અફવા ફેલાઈ હતી કે પવિત્ર ગ્રંથ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી તણાવ વધી ગયોહતો. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યાની આસપાસ મહેલના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા શરુ થઈ ગઈ હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં છ નાગરિકો અને ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં, અશાંતિ કોટવાલી અને ગણેશપેઠ સુધી ફેલાઈ ગઈ, અને સાંજે તે વધુ હિંસક બની ગઈ હતી.
મોટા પાયે પથ્થરમારો, તોડફોડ અને આગચંપીમાં લગભગ એક હજાર લોકો સામેલ થયા હતા, જેના કારણે અનેક વાહનો અને ઘરોને નુકસાન થયું છે. ANI એ નાગપુર પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે હિંસા રાત્રે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે વધુ થઈ છે. જેના પગલે સુરક્ષા દળોએ પણ દોડી આવ્યું હતુ. હિંસા નાગપુરના હંસપુરી વિસ્તારમાં ફેલાઈ ગઈ, જ્યાં અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી છે.
તોફાનીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી
નાગપુરમાં ઓલ્ડ ભંડારા રોડ નજીક રાત્રે 10.30 થી 11.30 વાગ્યાની વચ્ચે ફરી એક અથડામણ થઈ, જે દરમિયાન ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી. આ વખતે ઘરો અને દવાખાનોઓમાં પણ દોડફોડ કરવામાં આવી છે.
અફવા બાદ હિંસા ફેલાઈ
પોલીસના હવાલાથી પીટીઆઈએ જણાવ્યું હતું કે હિંસા બપોરે શરૂ થઈ હતી જ્યારે બજરંગ દળના સભ્યોએ મહેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક ગ્રંથ કુરાન બાળવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે મુસ્લિમ સમુદાયમાં રોષ ફેલાયો હતો. સાંજે, ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં પવિત્ર ગ્રંથ સળગાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?
આ પણ વાંચોઃ Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!
આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ
આ પણ વાંચોઃ A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?