
Narmada: ભાજપના નેતાઓ અત્યારે કોઈને કોઈ રીતે ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીના ધજાગરા ઉડાડવામાં પણ ભાજપના નેતા જ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભરુચ પોલીસે દારુના જથ્થા સાથે જે બુટલેગરની ધરપકડ કરી હતી તે ભાજપ નેતા હોવાનો ખુલાસો થયો છે.
ભાજપનો નેતા જ નિકળ્યો બુટલેગર
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં એલ.સી.બી. પોલીસે મહારાષ્ટ્રથી આવતી મારુતિ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાલુભાઇ ફતેસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે આરોપી પાસેથી ₹26,400ની કિંમતનો બિયરનો જથ્થો અને ₹3 લાખની કાર સહિત કુલ ₹3.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભાજપ નેતા જામીન પર છૂટી ગયા
બે સપ્ટેમ્બરે નાલાકૂંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. બાલુભાઇ વસાવાની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જોકે તેઓ જામીન પર છૂટી ગયા છે. આ ઘટનાએ ભાજપની છબી પર સવાલો ઉભા કર્યા છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં છે, અને ભાજપ સરકાર આવા કાયદાને સખત રીતે લાગુ કરવાનો દાવો કરે છે.
ભાજપ જ પોતાને સંસ્કારી પાર્ટી ગણાવે છે ત્યારે ભાજપના નેતાઓ ખુદ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે છે, જે રાજ્ય સરકારની નીતિઓ અને નૈતિકતા પર સવાલો ઉભા કરે છે. તેમજ બાલુભાઇ વસાવાના જામીન પર છૂટવાથી ચર્ચાઓ વધુ તીવ્ર બની છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી









