Narmada Irrigation Data: સિંચાઈના દાવા અને વાસ્તવિકતા, કાગળ પરની નહેરો અને ખેડૂતોની વેદના!

દિલીપ પટેલ

અમદાવાદ, 10 જૂન 2026

Narmada Irrigation Data: ગુજરાત સરકારનો સિંચાઈ વિભાગ નર્મદાથી થતી સિંચાઈની વિગતો છૂપાવી રહ્યું છે. ખરેખર કેટલી સિંચાઈ ખેતરોમાં થઈ રહી છે તેની વિગતો જાહેર કરવાનું 2020થી બંધ કરી દીધું છે. હવે સિંચાઈના વિસ્તારોને સંભવીત સિંચાઈ તરીકે બતાવે છે. પણ ખરેખર કેટલી સિંચાઈ થઈ રહી છે તે અંગે વિગતો જાહેર કરતું નથી.

નર્મદા બંધની નહેરોથી સિંચાઈ મંડળીઓએ પાણીની માંગણી કરી હોય તેની વિગતો જાહેર કરવી જોઈએ પણ તે થતી નથી. મંડળીઓએ સિંચાઈ માટે કેટલા નાણાં ભર્યા છે તેની વિગતો આપતું નથી.

કોરોનાથી આંકડાઓ આપવાના બંધ કર્યા છે.

ગુજરાતમાં 2019 થી 2026 દરમિયાન સિંચાઈ, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગનો હવાલો મુખ્યત્વે
2019થી સિંચાઈ પ્રધાન તરીકે કુવરજી બાવળિયા રહ્યાં છે.

અગાઉ
જયનારાયણ વ્યાસ, નરોત્તમ પટેલ,
બાબુ બોખીરીયા, નીતિન પટેલ, પરબત પટેલ, ચાલુ કુંવરજી બાલળિયા કેબિનેટમાં સિંચાઈનો હવાલો સંભાળતા રહ્યાં છે.

મૂળ મંજૂર ખર્ચ રૂ. 6,406 કરોડ હતું.
સુધારેલ સત્તાવાર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 33,413 કરોડ બતાવે છે. 2025 સુધીનો નોંધાયેલ ખર્ચ આશરે રૂ. 31,800 કરોડ બતાવે છે. પણ ડેમ, સમગ્ર નર્મદા કેનાલ સિસ્ટમ, દેવું, વ્યાજ સહિતનો વ્યાપક અંદાજ રૂ. 60થી 70 હજાર કરોડથી વધુ હોઈ શકે છે.

જળસંપત્તિ વિભાગનું અંદાજપત્ર 2021થી 8 હજાર કરોડથી વધીને 2026માં 13 હજાર કરોડ થયું છે.

કુંડીઓ બનાવવાના બદલે સરકાર પાઈપ લાઈનની વાત કરે છે.

તળાવોમાં પાણી નાંખ્યું તેને સિંચાઈ ગણી લે છે. 194 તળાવો અને 6 નાના સિંચાઈ પ્રોજેક્ટોમાં નર્મદા પાણી પહોંચાડવા રૂ. 451.67 કરોડની યોજના મંજૂર કરી હતી. આશરે 5,492 હેક્ટર જમીનને સિંચાઈ થઈ રહ્યો હોવાનું કહેવામાં આવે છે.

આ એક ફ્રોડ છે.

1 કરોડ 9 હજાર હેક્ટર ખેતીની કુલ જમીન છે, જેમાં 53 હજાર ખેડૂતો છે.
જેમાં બોર, કુવા, તળાવ, નહેરની કુલ સિંચાઈ 53 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે.

એક વખત સિંચાઈ થતી હોય એવો 45 લાખ હેક્ટર છે.

બે વખત સિંચાઈ થતી હોય એવો 2 લાખ 58 હજાર હેક્ટર છે.

સિંચાઈ ન થતી હોય એવો વિસ્તાર 52 લાખ હેક્ટર છે.

2026ના આંકડા કહે છે કે, નહેરથી સિંચાઈ 18 લાખ 500 હેક્ટરમાં થાય છે.
જ્યારે કુવાથી 19 લાખ હેક્ટર અને બીજી કુવાથી 18 લખ હેક્ટર થાય છે.

63 લાખ હેક્ટરમાં તમામ પ્રકારની સિંચાઈ થાય છે.

વાસ્તવમાં સિંચાઈ
2008માં નર્મદા સહિતના તમામ બંધોથી નહેર મારફતે સિંચાઈ થતી હોય એવો વિસ્તાર 8 લાખ 56 હજાર હેક્ટર હતો.

2023માં તમામ બંધોની નહેરોનો કુલ સિંચાઈ વિસ્તાર 18 લાખ 52 હજાર હેક્ટર થયો છે.

તેનો મતલબ કે નર્મદા સહિતના તમામ બંધો દ્વારા 15 વર્ષમાં 10 લાખ હેક્ટર વિસ્તારમાં નહેરની સિંચાઈ વધી છે.

15 વર્ષમાં નહેરની સિંચાઈ વધી
જિલ્લો 2008 – 2023 – વધારો
સુરેન્દ્રનગર 35300 – 150000 – 1,14,700
મોરબી ***** – 115800 – 100000
અમદાવાદ 53900 – 91700 – 37,800
બનાસકાંઠા 16300 – 135300 – 1,19,000
વડોદરા 32400 – 110800 – 78,400
છોટાઉદેપુર ***** – 19200 – 0000
નર્મદા 9500 – 16700 – 7,200
ગાંધીનગર 3300 – 12100 – 8,800
ડાંગ 0 – 0
ભરૂચ 53900 – 52900 – 000
ખેડા 51800 – 73700 – 21,900
આણંદ 68900 – 112000 – 43,100
મહેસાણા 45300 – 91900 – 46,600
પાટણ 5300 – 84600 – 79,300
પંચમહાલ 23800 – 17100 – 000
દાહોદ 1100 – 32400 – 000
સાબરકાંઠા 23100 – 32800 – 9,700
મહિસાગર ***** – 39900 – 30,000
અરાવલી ***** – 31700 – 15000
ભાવનગર 86800 – 61100 – 000
બોટાદ ***** – 21200 – 000
કચ્છ 29200 – 123000 – 93,800
રાજકોટ 25000 – 69700 – 44,700

કુલ સિંચાઈ 6,00200 – 16,50200 – 10,50,000 (9,74,400)

નર્મદા વગરના જિલ્લા
વલસાડ 11000 – 42000
નવસારી 68900 – 45600
સુરત 136900 – 90400
તાપી 11200 – 38800
અમરેલી 7800 – 28300
જામનગર 21600 – 49200
દ્વારકા ***** – 5700

ભારતમાં સૌથી મોટા સિંચાઈ પ્રોજેક્ટ્સનું કમાન્ડ એરિયા સાથે

ક્રમપ્રોજેક્ટરાજ્યઅંદાજિત સિંચાઈ/કમાન્ડ વિસ્તાર (હેક્ટરમાં)
1ભાકરા નંગલ પ્રોજેક્ટપંજાબ વગેરે.સીસીએ ~23.70 લાખ; AIP ~16 લાખ
2સરદાર સરોવર ડેમગુજરાત/રાજસ્થાન~20.4 લાખ (કુલ લાભ વિસ્તાર)
3હીરાકુડ ડેમઓડિશા~15 લાખ
4ઇન્દિરા ગાંધી કેનાલ પ્રોજેક્ટરાજસ્થાન~15.0 લાખ
5નાગાર્જુન સાગર ડેમતેલંગાણા/આંધ્રપ્રદેશ~8.6 – 9.0 લાખ
6તુંગભદ્રા ડેમકર્ણાટક/આંધ્રપ્રદેશ~5.5 લાખ
7ઉકાઈ ડેમગુજરાત~4 લાખ
8શ્રી રામ સાગર પ્રોજેક્ટતેલંગાણા~3.9 લાખ
9જાયકવાડી ડેમમહારાષ્ટ્ર~2.4 લાખ
10ગાંધી સાગર પ્રોજેક્ટમધ્યપ્રદેશ/રાજસ્થાન~2 લાખ

ઘણા પુસ્તકો અને વેબસાઇટ્સમાં ભાખરા-નાંગલ પ્રોજેક્ટનો સિંચાઈ વિસ્તાર 40 લાખ હેક્ટર દર્શાવવામાં આવે છે, કારણ કે તેમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાયેલ સમગ્ર કેનાલ નેટવર્કનો લાંબા ગાળાનો લાભ વિસ્તાર સામેલ કરવામાં આવે છે.

BBMB દસ્તાવેજ મુજબ:
સિંચાઈ શક્યતા 16 લાખ હેક્ટર
કમાન્ડ વિસ્તાર 23.70 લાખ હેક્ટર
ગ્રોસ કમાન્ડ વિસ્તાર 26.80 લાખ હેક્ટર
કમાન્ડ વિસ્તાર (CCA/GCA) પ્રમાણે 23.70 લાખ હેક્ટર.
વાર્ષિક સિંચાઈ ક્ષમતા (AIP) પ્રમાણે સરદાર સરોવર 18.45 લાખ હેક્ટર છે જ્યારે ભાખરા 16 લાખ હેક્ટર કરતાં વધારે દર્શાવવામાં આવે છે.

વિશ્વના કેટલાક સૌથી મોટા સિંચાઈ-સઘન ડેમ અને તેમની સાથે સંકળાયેલ અંદાજિત સિંચાઈ વિસ્તારો નીચે મુજબ છે:

પ્રોજેક્ટદેશઅંદાજિત સિંચાઈ વિસ્તાર (હેક્ટરમાં)
સિંધુ બેસિન સિંચાઈ પ્રણાલીપાકિસ્તાન~ 1.8 કરોડ (18 મિલિયન)
ભાખરા કેનાલ સિસ્ટમભારત~ 57 લાખ
નાઇલ સિંચાઇ સિસ્ટમઇજિપ્ત~ 34 લાખ
નર્મદા કેનાલ પ્રોજેક્ટભારત~ 18.45 લાખ
દક્ષિણ-પૂર્વ એનાટોલિયા પ્રોજેક્ટતુર્કી~ 18 લાખ
ડેમનું નામદેશનદીઅંદાજિત સિંચાઈ વિસ્તાર (હેક્ટરમાં)
તરબેલા ડેમપાકિસ્તાનસિંધુ~ 69 લાખ
ભાખરા ડેમભારતસતલજ~ 57 લાખ
ટુકુરુઇ ડેમબ્રાઝિલટોકેન્ટિન્સ~ 50 લાખ
અસવાન હાઇ ડેમઇજિપ્તનાઇલ~ 34 લાખ
થ્રી ગોર્જ ડેમચાઇનાયાંગ્ત્ઝે~ 20 લાખ (પરોક્ષ લાભ)
સરદાર સરોવર ડેમભારતનર્મદા~ 18.45 લાખ
અતાતુર્ક ડેમતુર્કીયુફ્રેટીસ~ 18 લાખ
હીરાકુડ ડેમભારતમહાનદી~ 15 લાખ
હૂવર ડેમયુનાઇટેડ સ્ટેટ્સકોલોરાડો~ 11 લાખ
કરીબા ડેમઝામ્બિયા/ઝિમ્બાબ્વેઝામ્બેઝી~ 2 લાખ

આ પણ વાંચો: 

Morbi Dahisara Power Line Scam: ખેડૂતોની જમીન પર કોર્પોરેટનો કબ્જો, મોરબીના દહીસરામાં વીજ ટાવરના નામે મોટું કૌભાંડ! – thegujaratreport.com

Gujarat Climate Change Department: ગુજરાતમાં પહેલો ક્લાઈમેટ ચેન્જ વિભાગ બનાવ્યો- મોદી – thegujaratreport.com

Gujarat Wildlife Cable Network: ભાજપ સરકારની જંલવિરોધી નીતિ, અભયારણ્યમાં હજારો કિ.મી. વાયરો નંખાયા – thegujaratreport.com

Related Posts

Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન
  • July 26, 2026

દિલીપ પટેલ અમદાવાદ, 26 જૂલાઈ 2026 Dwarka GSPL Gas Pipeline: 21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા વડાલિયા–સિંડણથી પાડલી સુધી નાખવામાં આવી રહેલી 100 કિલોમીટરની 18 ઇંચની ગેસ…

Continue reading
Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

  • July 26, 2026
  • 2 views
Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 9 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 5 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 10 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 8 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા