
Narmada: નર્મદાના એકતાનગર વિસ્તારમાં દરેક આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવતા હતા. તેઓના ઝૂંપડા અને દુકાનો તોડી નાખવામાં આવ્યા હતાં. ત્યારે ચોમાસુ બેસે તેને એક મહિના પૂર્વે મકાનો-દુકાનો તોડી પાડાતાં ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને રજઆત કરી છે.
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ઉભાં ઘરો હતા, તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુ બેસવાના 1 માસ પૂર્વે તોડી નાંખવામાં આવ્યા છે. તે યોગ્ય નથી. તો આ બાબતે તાત્કાલિક મુખ્યમંત્રીને સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા કહ્યું છે. જોકે સાંસદે માત્ર નામની જ રજૂઆત કરી હોય તેવું લાગે છે. પત્રમાં ક્યાય આક્રમકતા દેખાઈ નથી. હવે જોવાનું રહ્યું કે મનસુખ વસાવાની રજૂઆત કેટલી ફળે છે.
દબાણો હટાવવાની કામગીરી અંગે ચૈતર વસાવાએ શું કહ્યું?
આ મુદ્દે લઈને ચૈતર વસાવાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિના ઇશારે દબાણો તોડયા છે. મુખ્યમંત્રીને કહેવા માંગીએ છે કે ગરીબો ઉપર મક્કમતાથી કામ લો છો. પરંતુ હાલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી બચુભાઈ ખાબડ આ બંને મંત્રીઓના પુત્રોએ મનરેગા કૌભાંડ અને અન્ય કૌભાંડમાં સંડોવાયેલા છે. ત્યારે બંન્ને મંત્રીઓના મકાનો ઉપર ક્યારે બુલડોઝર ફેરવશે.
ચૈતર વસાવાએ કહ્યું હતુ કે સાંસદ અને ધારાસભ્ય ગરીબોને પૂછવા પણ નથી ગયા અને કઈ ગુફામાં ભરાઈ ગયા છે. આદિવાસી વિસ્તાર માં ગરીબ આદિવાસીઓની જમીન સરકારે મફતના ભાવે લઇ લીધી અને તે વખતે રોજગારી માટેના વચનો આપ્યા હતાં. આજે તે આદિવાસી પાછળ મકાનો તોડવા માટે મોટા મોટા જેસીબી ફરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો:
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?
અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona
અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona
MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!
Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!









