મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

  • India
  • April 10, 2025
  • 0 Comments

Manipur Violence:  મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક અનાથ આશ્રમમાં રાત્રે ગોળીબાર કરાયો છે. જેથી બાળકો સહિત વિસ્તારમાં લોકો ફફડી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે લગભગ 1:40 વાગ્યે સાગોલબંદ મીનો લીરાક ખાતે આવેલા અનાથ આશ્રમ પર સતત સાતથી આઠ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં બે માસ્ક પહેરેલા હુમલાખોરો બાળકોના ઘરના પરિસરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતા જોવા મળ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ અને ગુસ્સો ફેલાયો છે. જોકે, આ ઘટનામાં કોઈ બાળકો કે સ્ટાફને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. સમાજ કલ્યાણ વિભાગની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ કાર્યરત યુનાઇટેડ સોશિયલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત આ અનાથ આશ્રમમાં લગભગ 30 છોકરાઓ રહે છે. આ ગોળીબારની ઘટના બાદ બે ઉગ્રવાદી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે.

અનાથાશ્રમના સંચાલકે શું કહ્યું?

ગોળીબારના વિરોધમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં પ્લેકાર્ડ પકડીને, પ્રદર્શનકારીઓએ ગોળીબારની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બે સશસ્ત્ર બદમાશોએ રાત્રે લગભગ 1.40 વાગ્યે એક આશ્રમમાં છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જ્યાં અનાથ બાળકો રહેતા હતા. બાળકોના અનાથાશ્રમનું સંચાલન કરતા ખૈદેન ઓંગબી રોમિતાએ જણાવ્યું હતું કે બાળ ગૃહ પર ગોળીબાર થયો તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે અપીલ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બનવા દેવી જોઈએ. બાળ ગૃહમાં ઘણા અનાથ બાળકો છે.

આ પણ વાંચોઃ

વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire

સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat

 ભારત વિરુધ્ધ નિવેદનો આપનારા યુનુસને મોદી મળ્યા, PMની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?, રાહુલનો સવાલ | Gujarat Congress Adhiveshan

સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
    • October 29, 2025

    Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 21 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ