OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

  • World
  • March 6, 2026
  • 0 Comments

OIC: દુનિયામાં મુસલમાન દેશોએ નક્કી કર્યું કે આપણે બધા શિયા-સુન્નીના મતભેદ ભૂલી એક થઈ જઈએ તો દુનિયાભરમાં આપણું રાજ ચાલશે અને કોઈ આપણી સામે માથું ઊંચું કરવાની હિંમત નહિ કરે અને તેનો લીડર ઈરાન હતું જોકે,ઈસ્લામિક દેશો એકમંચ ઉપર આવે તો તાકાત વધી જાય તે હેતુસર “ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓર્પોરેશન” નામનું 57 દેશોનું સંગઠન બન્યું જે નાટો ની જેમ કામ કરવા માંગતું હતુ.

જોકે,આ ઓર્ગેનાઈઝેશન ખરા સમયે જ હવે કાગળનો વાઘ સાબિત થતું દુનિયા જોઈ રહી છે. કારણ કે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈની પર અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે 57 દેશોએ ચુપચાપ તમાશો જોયો અને ઈસ્લામિક સંગઠન OIC ફક્ત આદર્શવાદી વાતો કરતું રહ્યું એટલુંજ નહિ ઈસ્લામિક દેશોના એરબેઝથી ઈરાન ઉપર હુમલા થયા આનાથી સાબિત થયું કે OICમાં વિદેશનીતિ કે ડિફેન્સ સ્ટ્રેટેજીની વાતો અને ટાઈમપાસ હતો.

ઈરાને 1979માં ઈસ્લામિક એકતાનો વિચાર આવ્યો અને તેને અમલમાં મુક્યો ઈરાનને ઈસ્લામિક વર્લ્ડનું લીડર બનવું હતું ઈસ્લામિક વર્લ્ડ એક એવી તાકાત બનાવવી હતી જે તાકાત સામે બિન ઈસ્લામિક રાષ્ટ્ર ટકી ન શકે, કોમ્યુનિઝમની જેમ ઈસ્લામિક યુનિટી માટે ઇરાને ઘણા પ્રયત્નો કર્યા.

આ જ ઈસ્લામિક કાર્ડથી ઈરાને પેલેસ્ટાઈન મુદ્દાને એક હથિયાર બનાવીને શિયા-સુન્ની મુસલમાન ભાઈઓને અલગ થતા બચાવવાનો પ્રયાસ કર્યો.ત્યારે દુનિયાને લાગતું હતું કે હવે ઈસ્લામિક સંગઠન મજબૂત બનશે પણ જ્યારે એ જ ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી ખામેની અને તેમના પરિવારની હત્યા કરી ત્યારે ઇરાનને બચાવવા કે સમર્થનમાં ન તો આરબ રાષ્ટ્ર ન તો શિયા સમુદાય આવ્યો ન તો સુન્ની સમુદાય. બધા જ ઈરાનનું પતન અત્યારે મૂંગા મોઢે જોઈ રહયા છે ઉલ્ટાના ઈસ્લામિક દેશોમાં સ્થિત અમેરિકન બેઝ ઉપરથી ઈરાન ઉપર હુમલા થતા રહયા અને ઇરાને પણ ઈસ્લામિક દેશો ઉપર હુમલા કરવા પડ્યા.

■ ઈસ્લામિક સંગઠનના રક્ષણ માટે “અણુબૉમ્બ” તૈયાર હોવાનો દાવો કરનાર પાકિસ્તાન ફરી જતા “એકતા”ની વાતો “ફાંકા” સાબિત થયા!

ઈરાને જ્યારે વૈશ્વિક સ્તરે ઈસ્લામિક સંગઠનને મજબૂત બનાવી ‘નાટો’ની જેમ દુનિયામાં શક્તિશાળી બનાવવાની તૈયારી કરી ત્યારે પાકિસ્તાને પોતાની ન્યુક્લિયર શક્તિને ઈસ્લામિક કન્ટ્રીના રક્ષક તરીકે ગણાવ્યું હતું. ઈરાની નેતા મોહસેન રઝાઈએ તો એટલે સુધી દાવો ઝીંકી દીધો હતો કે પાકિસ્તાનની ન્યુક્લિયર શક્તિ ઈરાન માટે ઢાલ બનશે પણ હાલ ઇરાનને ઢાલની જરૂર છે છતાં પાકિસ્તાન મદદ કરી રહ્યું નથી.ઉલ્ટાના પાકિસ્તાને તો પોતાના ઈસ્લામિક ભાઈ ઈરાનની મદદ કરવાને બદલે પોતાના નેશનલ ઈન્ટરેસ્ટને આગળ ધરીને હાથ ખંખેરી લીધા છે.

પાકિસ્તાન સેના અને સરકારની આ નીતિ સાબિત કરે છે તેના ન્યુક્લિયર હથિયાર ઈસ્લામિક જગતની રક્ષા માટે નહીં પણ ભારત વિરોધ ઉપયોગ માટે રાખ્યા છે.પાકિસ્તાન બે મોરચે ભેખડે ભરાયું છે એક તરફ ઈરાનને પણન્યુક્લિયર હથિયાર તેના રક્ષણ માટે છે તેમ કહેતું હતુ અને બીજી તરફ સાઉદી સાથે પણ કરાર કર્યો હતો કે સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો ગણવો.જોકે, હવે ઇરાને જ સાઉદી ઉપર હુમલો કર્યો ત્યારે બે માંથી કોને મદદ કરવી? તે મુદ્દે ભેરવાયું છે અને હાથ ખંખેરી બે માંથી કોઈને મદદ નહિ કરી વચનમાંથી ફરી જતા ત્યાં પણ ઈજ્જત ગુમાવી છે અને વિશ્લેષકોના મતે અમેરિકા-ઈઝરાયેલે આ રીતે ઈસ્લામિક એકતાને તોડી નાખી છે જે ભવિષ્યમાં નડતરરૂપ બને.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!
  • March 6, 2026

Saudi: ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઈરાને બહેરીનની સરકારી તેલ રિફાઇનરી BAPCO પર મિસાઈલથી હુમલો કર્યો. હુમલા બાદ રિફાઇનરીના એક યુનિટમાં આગ લાગી ગઈ. જોકે, બાદમાં આગ…

Continue reading
Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!
  • March 5, 2026

Iran War: ખામેનીના નિધન પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા.ભારત સરકાર વતી, વિદેશ સચિવ વિક્રમ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

  • March 6, 2026
  • 4 views
Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

  • March 6, 2026
  • 5 views
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

  • March 6, 2026
  • 7 views
Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

  • March 5, 2026
  • 13 views
Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

  • March 5, 2026
  • 13 views
Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • March 5, 2026
  • 13 views
Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો