રશિયામાં S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સની પાકિસ્તાન માટે જાસૂસી કરતા ISI એજન્ટ ઝડપાયો!

  • World
  • November 10, 2025
  • 0 Comments

ISI Agent in Russia arrested: ભારત પાસે રહેલા S-400 જેવી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સની રશિયામાં જાસૂસી કરવા જતા પાકિસ્તાન ભેરવાઈ પડ્યુ છે. રશિયાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના જાસૂસને ઝડપી લીધો છે, જેની પાસેથી રશિયન S-400 જેવી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સ અને હેલિકોપ્ટર ટેક્નોલોજીના દસ્તાવેજ મળી આવ્યા હતા.

આ તકનીકો વાયુસેનાના આધુનિક સંરક્ષણ પ્રણાલીનો હિસ્સો હોવાથી, રશિયાની આ કાર્યવાહી ભારતની સુરક્ષા માટે પણ અત્યંત મહત્ત્વની ગણાય છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરતા એક રશિયન નાગરિકની રશિયાની ગુપ્તચર એજન્સીઓએ સેન્ટ પીટર્સબર્ગમાંથી ધરપકડ કરી હતી.

તેની પાસેથી રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સ અને હેલિકોપ્ટર ટેક્નોલોજીના દસ્તાવેજ મળી આવતા આ ગુપ્ત દસ્તાવેજોની તસ્કરી થાય તે પૂર્વે જ આ જાસૂસ ઝડપાઇ જતા પાકિસ્તાનની મેલી મુરાદ સામે આવી છે. પાકિસ્તાન માટે કથિત રીતે જાસૂસી કરનાર આ જાસૂસ પાસેથી મળેલા આ દસ્તાવેજોમાં Mi-8 AMTShV સંબંધિત સંવેદનશીલ તકનીકી માહિતી પણ સામેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના પાસે હાલમાં રશિયાના S-400 મિસાઇલ સિસ્ટમના ત્રણ યુનિટ છે અને ભારતે રશિયા પાસેથી વધુ પાંચ સિસ્ટમ ખરીદવાનું છે ત્યારે ISIનો આ પ્રયાસ ભારતની વ્યૂહાત્મક રણનીતિને સીધી રીતે નબળી પાડવાના ઉદ્દેશ્યથી કરાયો હતો.
તાજેતરમાં ઓપરેશન સિંદૂર વખતે ભારત માટે S-400 સિસ્ટમ નિર્ણાયક સાબિત થતાં, પાકિસ્તાનના જેટ્સ ભારતની સીમામાં પણ પ્રવેશી શક્યા નહોતા તે પછી જ પાકિસ્તાને આ સિસ્ટમ જાણવા

રશિયામાં પોતાની જાસૂસી ગતિવિધિઓ વધારી છે, રિપોર્ટ્સ અનુસાર, ISIનું જાસૂસી નેટવર્ક રશિયાના એડવાન્સ્ડ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલી જાણકારીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

દરમિયાન,રશિયાની એજન્સીઓને ગંધ આવી જતા ‘કાઉન્ટર-એસ્પિયોનેજ ઓપરેશન’ પાર પાડી એજન્ટની ધરપકડ કરી દસ્તાવેજ હસ્તગત કરી તેની પૂછપરછ ચાલુ છે અને જાસૂસીમાં પાકિસ્તાની દૂતાવાસ કે અન્ય વિદેશી એજન્સીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

New Delhi: ISISના બે આતંકવાદી ઝડપાયા, 8 શંકાસ્પદોની અટકાયત

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Bhavnagar: હીરા ઉદ્યોગ ઈતિહાસની ભયંકર મંદીના ચપેટમાં!, માર્કેટ ખુલવાના એંધાણ નહીં

ઓડિશામાં માત્ર 4 મહિનામાં 36000થી વધુ મહિલા અને 8400 બાળકો ગુમ

Related Posts

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!
  • March 19, 2026

Iran War Updates: ઈરાન- ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે આખી દુનિયાને નડવાનું છે તેનું કારણ છે ઊર્જા ક્ષેત્ર ખતમ કરવાના થઈ થઈ રહેલા પ્રયાસો. ઈરાન વોર દરમિયાન અત્યાર સુધી માત્ર સૈન્ય…

Continue reading
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો
  • March 19, 2026

Nuclear Missile: યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે બુધવારે સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં ચીન અને પાકિસ્તાનને યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધતા પરમાણુ ખતરા તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 2 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 3 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 4 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?