
pavagadh: પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટ્યો છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના
મળતી માહિતી મુજબ પાવાગઢ ખાતે બાંધકામના માલસામાનને લાવવા લઈ જવા માટે રાખવામાં આવેલુ ગુડ્ઝ રોપ વે તૂટી પડ્યું છે. ઘટનામાં 6 મજુરોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે . આ મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલસામાનને લાવવા લઈ જવા માટે રાખવામાં આવેલ ગુડ્ઝ રોપ વે તૂટતા 6 લોકોના મોત#pavagadh #pavagadhhills #ropeway #accident #viralvideo #thegujaratreport pic.twitter.com/EJvQ4UgfwF
— The Gujarat Report (@TGujarat_Report) September 6, 2025
પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
આ ઘટનાને પગલે અહીં લોકોમાં ગભરાટ ફેલાયો છે. હાલ તો પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. સત્તાવાર માહિતી રાહ જોવાઈ રહી છે…
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ








