
PM MODI DREAM: છેલ્લાં 11 વર્ષોથી પ્રધાનમંત્રીની ખુરશી પર યેનકેન પ્રકારે ચોંટી રહેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના હાલ વળતાં પાણી ચાલી રહ્યાં હોય તેવી અનેક બાબતો હાલ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપો સામે હરફ શુદ્ધાં નહીં ઉચ્ચારી શકતાં નરેન્દ્ર મોદી હાલ જાણે કરેલાં કર્મોનું ફળ ભોગવી રહ્યાં છે એવું કહેવું સ્હેજેય ખોટું નહીં ગણાય.
ધાર્મિક ઉન્માદ અને નાણાંના જોરે સત્તા પ્રાપ્ત કરનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીએ દેશને બરબાદી તરફ ધકેલી દીધો હોય તેવા આંકડાઓ સામે આવ્યાં છે. ભ્રષ્ટાચાર બેફામ થયો છે. માલેતુજારો વધુને વધુ અમીર બન્યાં છે. દેશના 80 કરોડથી વધુ લોકો મફત સરકારી અનાજના ભરોસે જીવી રહ્યાં છે. આવી તમામ પરિસ્થિતિઓ માટે નૈતિકતાને નેવે મૂકી માત્ર સત્તા મેળવવા ગમે તે સ્તરની રાજનિતી કરનાર મોદી – શાહની જોડી જ જવાબદાર હોય તેવું સ્પષ્ટ ચિત્ર છે. જોકે, મોદી ભક્તોને અત્યાર સુધી આ ચિત્ર દેખાતું નહોતું. જેનો લાભ આ જોડીએ મનફાવે તે રીતે ઉઠાવ્યો.
પણ, ગઇકાલે વારાણસીની રેલીમાં મોદીની ફજેતી પ્રજાએ કરી હોય તેવું જોવા મળ્યું. ના તો મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યાં. ના તો એવો જુવાળ જોવા મળ્યો. અને એટલે જ મોદીએ કારની બહાર ઉભા રહી હાથ ઉંચા કરવાની પણ તસ્દી લીધી નહીં. કાળા કાચવાળી કારમાં મોં સંતાડીને રેલીમાં પસાર થયેલા નરેન્દ્ર દામોદરદાસ મોદીની આનાથી વધુ ફજેતી તો શું હોય?
साहब के सपनों में आईं “माँ”
देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m
— Bihar Congress (@INCBihar) September 10, 2025
કોંગ્રેસ હાલ ખૂબ આક્રમક મૂડમાં છે. વોટ ચોરીના મામલે તો મોદી પર સીધા પ્રહારો કરી રહ્યું છે. એમાં આજે એક નવો એ.આઈ. જનરેટેડ વિડીયો બિહાર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયો છે. 36 સેકન્ડના આ વિડીયોમાં મોદી સપનું જુએ છે અને એમાં હીરાબા આવીને તેમની સાથે વાત કરે છે. આ વિડીયોને પગલે બિહારના રાજકારણમાં ભારે ઉહાપોહ મચ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
બિહારમાં જઇ લોહીમાં સિંદુર હોવાની વાતો કરનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી બાદમાં તો સાવ ફિસિયાણા પડી ગયા. કારણકે, યુદ્ધવિરામથી માંડી ટ્રમ્પની દોસ્તી – દુશ્મની, ચીનની દોસ્તી – દુશ્મની, સ્વદેશીના બણગાં જેવાં અનેક મુદ્દે ભારતના સામાન્ય નાગરીકોએ તેમની મજાક ઉડાડી.
વોટ ચોરીનો મામલો બહાર આવ્યા બાદ મોદીએ પહેલાં તો પોતાના આજ્ઞાંકિત ગ્યાનેશ કુમારને પત્રકાર પરિષદ યોજી, રાહુલ ગાંધીના આક્ષેપોનો સણસણતો જવાબ આપવાનો આદેશ કર્યો. જોકે, ગ્યાનેશ કુમારે પત્રકારો સામે એવો ફજેતો કર્યો કે, ગ્યાનેશ કુમારને ત્યારબાદ સાહેબે ક્યાંય જાહેર જ ના થવા દીધો.
જ્ઞાનેશ કુમારનાં અજ્ઞાન પર રડવાનું યોગ્ય ના લાગતાં મોદીએ બિહારની જનતાનાં દીલ જીતવા માતાના નામે મગરના આંસુ સાર્યા. નગણ્ય વ્યક્તિએ નિષ્ફળ નરેન્દ્ર મોદીને આપેલી ગાળોનો સંદર્ભ માતાને ગાળો આપી તેની સાથે જોડીને મોદીએ રડમશ થઈ બિહારની જનતાને ભોળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, ભાજપના બિહાર બંધનો પણ મોટો ફિયાસ્કો થયો હતો. એમાં પણ મોદીની આબરૂના ધજાગરાં ઉડ્યાં હતાં.
હવે આ વિડીયો બિહાર કોંગ્રેસે જાહેર કર્યો છે. કારણકે, હીરાબાના અવસાન બાદ ચૂંટણી હોવાથી ઉત્તર ક્રિયામાં નહીં રોકાયેલા મોદી હાલ બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખી મરેલી માતાના નામનું વધુ એક સરાવીને સનાતન ધર્મની એક ચૂંટણી લક્ષી પરંપરા શરુ કરવા જઈ રહ્યાં છે.
AI થી બનેલાં વિડીયોમાં નરેન્દ્ર મોદી સુવા પડે છે અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબા સપનામાં દર્શન આપે છે. એમની માતા ગુસ્સામાં દેખાય છે. તેઓ કહે છે, રાજકારણ માટે તું કેટલી હદ વટાવીશ? તું બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે. આખરે, માતાનું ગુસ્સાવાળું સ્વરૂપ જોઈ મોદી જાગી જાય છે અને વિડીયો પુરો થાય છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિડીયો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધી હવે ખૂબ જ નીચલી કક્ષાની હદ વટાવી ચૂક્યા છે. આ સાથે મોદીની માતા માટે સન્માનની ભાવના ધરાવતાં મોદીભક્ત ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીની માતાને નકલી માતા ગણાવી પોતાના ભાજપી સંસ્કારનું પ્રદર્શન કર્યું છે.
એકંદરે, એ.આઈ. વિડીયોએ બિહારના રાજકારણમાં ગરમાગરમી લાવી દીધી છે. બંને તરફથી આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ








