
- PM મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે ફેંકેલા ઝૂમલા તેમનેજ ઘેરી રહ્યા છે! વિડીયો વાયરલ! “આતંકી ઘટનાઓ હવે રોકી બતાવો!!”
PM MODI VIRAL VIDEO | દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટથી ફરી એકવાર રાજધાની સુરક્ષિત નહિ હોવાનું સપાટી ઉપર આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓની પોલ ખુલી ગઈ છે.
દેશમાં આતંકી ઘટનાઓ અટકવાનુ નામ લેતી નથી ત્યારે સરકાર અને એજન્સીઓ સામે અનેક સવાલો ઉઠ્યા છે કે વિસ્ફોટક પદાર્થ વાહનમાં ભરીને દેશની રાજધાની સુધી આતંકીઓ આવી જાય ત્યાં સુધી ગુપ્તચર એજન્સી શુ કરતી હતી આ સવાલ હવે લોકો વર્તમાન ભાજપ સરકારને કરી રહયા છે.
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ PM મોદીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે તેઓ સતત કોંગ્રેસ સરકાર ઉપર પ્રહારો કરતા હતા અને દેશની સુરક્ષા મામલે જાહેર ભાષણો દરમિયાન સવાલો ઉઠાવી કહેતા હતા કે આતંકવાદીઓ, નક્સલવાદીઓ પાસે શસ્ત્રો અને દારૂગોળો ક્યાંથી આવે છે? શસ્ત્રો વિદેશથી ભારતમાં કેવી રીતે આવે છે અને આતંકીઓ કઈ રીતે ભારતમાં ઘૂસે છે?
તેઓ વિદેશથી ભારતમાં ઘુસી આવે છે ત્યાં સુધી સરકાર શુ કરે છે?જ્યારે સેના અને સરહદો સંપૂર્ણપણે સરકારના નિયંત્રણ હેઠળમાં છે ત્યારે સરકાર શુ કરે છે? તેમણે તે વખતે કહ્યું હતું કે આતંકીઓને નાણાંકીય ભંડોળ કોણ પૂરું પાડી રહ્યુ છે?વિદેશથી હવાલા થઈ રહયા છે ત્યારે સરકારના હાથમાં મની ટ્રાજેક્શન નો કારોબાર છે, આરબીઆઇના હાથમાં છે,બેંકો મારફતે બધું થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન એટલું પણ ધ્યાન નથી રાખી શકતા?
વિદેશથી ફંડ આતંકીઓ સુધી પહોંચે છે તે કેમ રોકી શકતા નથી?
આમ,ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ કોંગ્રેસ ઉપર કરેલા પ્રહારો અને સવાલોનો જૂનો વિડીયો વાયરલ થયો છે અને લોકો હવે નરેન્દ્ર મોદીને સવાલ કરી રહયા છે કે હવેતો તમારા હાથમાં દેશનું સુકાન છે અને દેશના વડાપ્રધાન તમે છો તો પણ કેમ આતંકવાદી હુમલા થઈ રહયા છે,વિદેશથી કેવી રીતે આતંકીઓ ફંડ મેળવી રહયા છે?તમારા હાથમાં સેના,આરબીઆઇ સહિત બધુંજ હોવાછતાં કેમ નિયંત્રણ કરી શકતા નથી તેવા સવાલો ઉઠાવી મોદીજીને તેમના જુના વચનો અને સવાલો યાદ કરાવી રહયા છે.
આજે, જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા છે, ત્યારે સમાન ઘટનાઓ વારંવાર બની રહી છે, અને તેઓ પોતાને ગોળી મારવામાં વ્યસ્ત છે.
(વિડીયો લિન્ક)
https://x.com/i/status/1988242672293954040
આ પણ વાંચો:
Ajab Gajab: એક વિવાહ ઐસા ભી ! 74 વર્ષનો વર, 24 વર્ષની કન્યા, છોકરીને દહેજમાં મળ્યા કરોડો રુપિયા
Ajab Gajab: હવે બે પુરૂષો પણ જેનેટિક બાળક પેદા કરી શકશે!, માતાની જરૂર નહીં પડે!
Ajab Gajab: ‘મારા માટે પતિ શોધી આપો, હું તમને 88 લાખ રૂપિયા આપીશ’, મહિલાએ આપી શાનદાર ઓફર






