
PM Modi Mother AI Video: કોંગ્રેસ દ્વારા PM મોદી અને તેમની માતાના AI વીડિયો કેસની સુનાવણી કરતી વખતે પટના હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કોંગ્રેસને આ વીડિયો તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. પટના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બજંત્રીની કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીનું અપમાન કરતો આ વીડિયો તાત્કાલિક અસરથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે.
હકીકતમાં 10 સપ્ટેમ્બરના રોજ બિહાર કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં મોદીની માતાના સ્વપ્નનું AI-આધારિત ચિત્રણ કરવામાં આવ્યું છે.
આ વીડિયોમાં સ્વર્ગસ્થ હીરાબેન મોદીનું પાત્ર તેમના પુત્રને રાજકીય લાભ માટે તેમના નામનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપતા જોવા મળે છે. એક દ્રશ્યમા PM મોદી જેવો દેખાતો એક માણસ પથારીમાં સૂઈને કહે છે, “આજની મત ચોરી ગયો છે, હવે શાંતિથી ઉંઘવા જઉ છુ.” પછી તેમની માતા તેમના સ્વપ્નમાં દેખાય છે અને સ્વ. હીરબા મોદીને ઠપકો આપતાં કહે છે, બેટા પહેલા મને નોટ બદલવા લાંબી લાઈનોમાં ઉભી રાખી. તે મારા ચરણો ધोવાની રીલ બનાવડાવી અને હવે બિહારમાં મારા નામ પર રાજનીતી કરે છે. તમે મારા અપમાનના બેનર-પોસ્ટરો છવાવી રહ્યા છો. તમે ફરી બિહારમાં નોટંકી કરવાના પ્રયત્નો કરી રહ્યા છો. રાજકારણના નામે કેટલા નીચા પડશો. આ વીડિયોને AI-જનરેટેડ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપે તેને ઘૃણાસ્પદ અને માતાનું અપમાન ગણાવ્યું હતું, અને આ વીડિયો સામે પટના હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.
ભાજપે FIR નોંધાવી
ભાજપે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે આ વીડિયો માત્ર વડા પ્રધાનની છબીને જ ખરાબ કરતો નથી પરંતુ મહિલાઓના ગૌરવનું પણ ઉલ્લંઘન કરે છે. દિલ્હી પોલીસે ભાજપના કાર્યકર સંકેત ગુપ્તાની ફરિયાદના આધારે 13 સપ્ટેમ્બરના રોજ એફઆઈઆર નોંધી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી . FIRમાં આ વીડિયોને મોદી અને તેમની માતાની છબીને બદનામ કરતો ગણાવવામાં આવ્યો છે.
કોંગ્રેસે બચાવ કર્યો
કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયોનો બચાવ કર્યો. પાર્ટીના મીડિયા ચીફ પવન ખેરાએ કહ્યું, “આ વીડિયો કોઈનું અપમાન કરતો નથી. માતા ફક્ત પોતાના બાળકને રાજધર્મના સિદ્ધાંતો શીખવી રહી છે. જો વડા પ્રધાનને તે અપમાનજનક લાગે છે, તો તે તેમની સમસ્યા છે.”
ખેરાએ ઉમેર્યું કે વીડિયોમાં કોઈ અપમાન નથી અને ભાજપ તેનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા માટે કરી રહી છે. બિહાર કોંગ્રેસે આ વીડિયો શેર કરવા માટે કોણ જવાબદાર છે તે નક્કી કરવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
PM મોદીનું AI સમિટમાં સંબોધન; કહ્યું- AIને પારદર્શક અને વિશ્વનીય બનાવવું જરૂર- ખતરો નહીં તકો વધશે
PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!
Ahmedabad: ધો. 1થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફી લીધા વિના ભણાવાશે








