ચૂંટણી પંચ માટે નવા કમિશ્નરની નિમણૂંક માટે PM મોદીની બેઠક; રાહુલ ગાંધી- અમિત શાહ થયા સામેલ

  • India
  • February 17, 2025
  • 0 Comments
  • ચૂંટણી પંચ માટે નવા કમિશ્નરની નિમણૂંક માટે PM મોદીની બેઠક; રાહુલ ગાંધી- અમિત શાહ થયા સામેલ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા ચૂંટણી કમિશ્નર(Chief Election Commissioner)ની નિયુક્તિ માટેની કવાયત શરુ થઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બેઠક કરી હતી. બેઠકમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા. એક તરફ જ્યાં રાહુલ ગાંધી બેઠકમાં સામેલ હતા ત્યાં બીજી તરફ આ જ મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીની પ્રક્રિયા મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે, કે ‘CEC અને ECની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJIની સમિતિ દ્વારા થવી જોઈએ. CECને લઈને સંતુલિત નિર્ણય લેવો જોઈએ અને પસંદગીની પ્રક્રિયામાં માત્ર કાર્યપાલિકા નહીં ન્યાયપાલિકા પણ સામેલ હોવી જોઈએ.’

અગાઉ શું પ્રક્રિયા હતી?

નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC)ની પસંદગી માટેની કમિટીમાં વડાપ્રધાન અને વિપક્ષ નેતાની સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે CJI પણ સામેલ થતા હતા. જોકે કેન્દ્ર સરકારે આ મુદ્દે નવો કાયદો લઈને આવી અને તેમાંથી CJIને હટાવી દેવામાં આવ્યા.

નવા કાયદા પ્રમાણે પહેલા કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી પાંચ ઉમેદવારોના નામની યાદી તૈયાર કરશે. પછી આ યાદી વડાપ્રધાન, વિપક્ષ નેતા તથા વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલા કોઈ પણ એક કેબિનેટ મંત્રીની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને આ ત્રણ નેતાઓ એક નામ પર મહોર લગાવશે. આમ આ વખતે કમિટીમાં વડાપ્રધાન મોદી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ગૃહમંત્રી અમિત શાહની કમિટી બની છે અને આજે આ ત્રણેય નેતાઓ બેઠકમાં સામેલ હતા.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગીનો મુદ્દો રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો, કે ‘નિયમો બદલી નાંખવામાં આવ્યા. અગાઉ ચૂંટણી કમિશ્નરની પસંદગીમાં વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJI ત્રણેય સામેલ થતા હતા. CJIને કમિટીમાંથી શા માટે હટાવી દેવામાં આવ્યા?’

ચૂંટણી પંચમાં મુખ્ય ત્રણ અધિકારી હોય છે જેમાં એક મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા બે ચૂંટણી કમિશ્નર હોય છે. વરિષ્ઠતા પ્રમાણે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર બાદ જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ છે.

આ પણ વાંચો-રાજકોટ: ગાયનેક હોસ્પિટલની મહિલા દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના

  • Related Posts

    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
    • May 13, 2026

    Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

    Continue reading
    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર
    • May 13, 2026

    Congress Attacks BJP RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને એક અત્યંત સૂચક નિવેદન આપ્યું છે, જેણે દેશના રાજકારણમાં ચર્ચા જગાવી છે. ‘પીટીઆઈ-વીડિયો’…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

    • May 13, 2026
    • 4 views
    Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

    • May 13, 2026
    • 4 views
    Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

    • May 13, 2026
    • 7 views
    Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    • May 13, 2026
    • 9 views
    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    • May 13, 2026
    • 11 views
    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

    • May 13, 2026
    • 6 views
    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના