POLITICS: આજકાલ દેશમાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર અને અસ્તવ્યસ્ત સ્થિતિ ઉભી થઈ છે અને સામાન્ય જનતાને લોકશાહીનો જાણે કોઈ ફાયદો ન થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે પ્રધાન શાહી,અમલદાર શાહી વચ્ચે જનતાને માત્ર વોટ આપવા સિવાય કોઈ હક્ક બનતો નહિ હોવાનું ચિત્ર ઊભું થયું છે ત્યારે જાગૃત નાગરિક અને સામાજિક અગ્રણી વાસુદેવ ભાઈ પટેલે લોકશાહી ખરા અર્થમાં શુ કહેવાય અને જનતાને મૂર્ખ બનાવી કેવી રીતે હક્ક છીનવી લેવાયા તેની વિગતે વાત કરી છે.નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.
ભારતમાં 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજ ચાલ્યા ગયા અને આઝાદી બાદ ભારતમાં 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશનું સંવિધાન લાગુ થયુંએ બંધારણ એટલે લોકશાહી.લોકશાહીની ટૂંકમાં વ્યાખ્યા એવી થાય કે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન (Government of the people, by the people, for the people). આ શાસન પ્રણાલીમાં સર્વોચ્ચ સત્તા જનતા પાસે હોય છે.
જોકે,ત્યારબાદ મતાધિકાર દ્વારા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર ચલાવે છે અને ત્યારબાદ જાણે જનતાને માત્ર વોટ આપવા પૂરતા હક્ક રહ્યાની લાગણી પ્રસરી છે.હકીકતમાં લોકશાહીમાં નાગરિકોની સ્વતંત્રતા,સમાનતા અને માનવ અધિકારોનું રક્ષણ મુખ્ય હોય છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ અને વાસુદેવ ભાઈ પટેલે ખૂબજ ઊંડાણ પૂર્વક ચર્ચા કરી વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.






