
Porbandar News: પોરબંદર પાસેના બખરલા ગામે હત્યાનો(Murder) બનાવ સામે આવ્યો છે. પોરબંદરના કુખ્યાત મેરામણ ખૂંટી ઉર્ફે લંગી નામના વ્યક્તિની બખરલા ગામે હત્યા કરાઈ છે. મૃતક ઘણા ગુનોઓમાં સંડોવાયેલો હતો.
જૂની અદાવતમાં મેરામણની હત્યા
મળતી માહિતી અનુસાર, મેરામણ અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જૂની અદાવતમાં મેરામણની હત્યા કરાઈ હોવાની આશંકા છે. બગવદર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખસેડાયો હતો. મેરામણ અગાઉ અર્જુન મોઢવાડીયાના ટેકેદાર મુરૂ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવાયેલો હતો. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુના નોંધાયેલા હતા.