Rahul Gandhi: રાહુલે અમેરિકામાં ભારતીય ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા, ચૂંટણીપંચ પાસેથી વીડિયો માંગ્યા પણ…

  • World
  • April 21, 2025
  • 4 Comments

Rahul Gandhi:   કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાની વિદેશી ધરતી પરથી રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણીપંચ અને તેની ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આડે હાથ લીધી હતી. તેમણે અમેરિકાના બોસ્ટનમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.  અહીં તેમણે ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દેશની ચૂંટણી પ્રણાલી અને ચૂંટણી પંચના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.

મતદાતાને મત આપતાં લગભગ 3 મિનિટનો સમય લાગે: રાહુલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના નેતાએ વિદ્યાર્થીઓને કહ્યું, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા કરતાં વધુ મતદાન થયું હોવાનું બહાર આવ્યું.’ તે હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજે 5.30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા. સાંજે 5.30 થી 7.30 વાગ્યાની વચ્ચે 65 લાખ મતદારોએ મતદાન કર્યું. આ શક્ય નથી. કારણ કે આટલા ટૂંકાગાળામાં આટલું બધુ મતદાન થઈ શકે નહી. હકીકતમાં મતદાતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં લગભગ 3 મિનિટનો સમય લાગે છે. જો તમે ગણિત કરો છો, તો તેનો અર્થ એ થાય કે મતદારોની કતારો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહી. તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા, પણ એવું થયું નથી. ચૂંટણીમા સ્પષ્ટ ગોટાળો દેખાય છે.

ચૂંટણી પંચે નિયમો બદલી નાખ્યાના આક્ષેપ

રાહુલે કહ્યું કે અમે ચૂંટણી પંચ પાસેથી વીડિયો માંગ્યા કારણ કે કમિશન વીડિયોગ્રાફી કરાવે છે. અમે પૂછ્યા પછી, તેમણે અમારી અપીલ ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ નિયમો પણ બદલી નાખ્યા. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચમાં બધું બરાબર છે. આવું કામકાજમાં સમજદારી પૂર્વક થઈ રહ્યું છે. અમે જાહેર મંચ પર મહારાષ્ટ્રની ચૂંટણીઓ અંગે ઘણી વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. છેતરપિંડીનો પર્દાફાશ થયો છે પણ કોઈને તેની તસ્દી લીધી નથી.

 

આ પણ વાંચોઃ

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો

હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case

 

 

 

 

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 10 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 8 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 20 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 20 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા