
Modi: રાહુલ ગાંધીએ લોકસભામાં ગતરોજ પૂર્વ આર્મી ચીફ નરવણેની પુસ્તકનો ઉલ્લેખ કરી ચીનની ટેન્ક છેક ડોકલામમાં ઘૂસી ગઈ તે મામલે ભારે હંગામો મચ્યા બાદ આજે ટ્રમ્પે ભારત પરનો ટેરીફ ઘટાડયો પણ સામે ભારતે પણ કંઈક જતું કર્યાની વાતનો ઉલ્લેખ કરી રાહુલે કહ્યું કે પીએમ મોદીએ દબાણમાં આવીને અમેરિકા સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધી નકારાત્મક વિચારસરણી ધરાવતા વ્યક્તિ ગણાવ્યા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે દબાણ હેઠળ છે, જેના કારણે તેમણે અમેરિકા સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે,”વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કરારમાં ભારતીય ખેડૂતોને નુકશાન કરાવ્યું છે”
આ મુદ્દે સિનીયર પત્રકાર રાજેશ ઠાકર અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી હતી જે પ્રસ્તુત છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









