રાજસ્થાનની ભાજપ સરકારનો શિક્ષણ પર વાર; 10 દિવસમાં 450 સરકારી શાળાઓને લગાવ્યા ખંભાતી તાળા

  • India
  • January 18, 2025
  • 0 Comments
  • રાજસ્થાનની ભાજપ સરકારે 10 દિવસમાં 450 સરકારી શાળાઓને લગાવ્યા ખંભાતી તાળા

રાજસ્થાનની ભાજપ સરકારે પાછલા દસ જ દિવસમાં 450થી વધારે સરકારી શાળાઓને ખંભાતી તાળા લગાવી દીધા છે. ભજનલાલ સરકારે ગત 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દેવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ નિયામક આશિષ મોદીએ રાજ્યભરમાં 260 સરકારી શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે. જોકે, અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, બંધ થનારી તમામ શાળા હિન્દી માધ્યમની છે.

આ શાળાઓમાંથી બિકાનેરમાં ભાજપ ધારાસભ્ય અંશુમન સિંહ ભાટીના ઘર પાસે સ્થિત એક કન્યા શાળાને પણ બંધ કરી દેવામાં આવી છે. આ શાળા એક જ પરિસરમાં બે શાળાનું સંચાલન કરી રહી હતી, જેને બંધ કરીને કુમાર શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. કારણ કે, આ શાળામાં આશરે 300 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી.

બંધ કરવામાં આવેલી 260 શાળામાંથી 14 શાળાની સીનિયર સેકન્ડરી સ્કૂલ પણ છે. આ શાળામાં બાળકોનું નામાંકન પણ એકદમ ઓછું હતું, જેથી આ શાળાઓને બંધ કરી નજીકની બીજી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. જેમાં જયપુર, અજમેર, પાલી, બ્યાવર, બીકાનેર, હનુમાનગઢ, ઉદયપુર અને જોધપુરની શાળાનો સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રાઇમરી શિક્ષાના 9 શાળાઓને તેની નજીકની હાયર સેકન્ડરી સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવી છે.

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરનું કહેવું છે કે, કોંગ્રેસ સરકારે સમજ્યા વિચાર્યા વિના ચૂંટણી જીતવા માટે શાળાઓ ખોલી દીધી છે, જ્યાં ન તો બાળકો છે અને ન તો શિક્ષકો છે. આવી શાળામાં બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. બાળકોના સારા ભણતર માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અમુક શાળાઓની બીજી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. એક જ પરિસરમાં ત્રણ-ત્રણ શાળા સંચાલિત થઈ રહી હતી, એવામાં ત્રણ શાળાને મર્જ કરીને એક બનાવી દેવાામાં આવી છે. જેથી, બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને ત્યાં શિક્ષક પણ હાજર હોય.

સરકારી શાળાઓેને મર્જ કરવાના મુદ્દે નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યા છે. નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ કહ્યું કે, સરકારની શિક્ષણ નીતિ ગરીબ અને કમજોર વર્ગના બાળકોને શિક્ષાથી વંચિત કરવાની છે. શાળાને બંધ કરવાનો નિર્ણય નિંદનીય છે. સરકાર શાળાને સ્કૂલ બંધ કરવાની જગ્યાએ તેમાં સુધારો અને વિસ્તાર પર ધ્યાન આપે.

આ પણ વાંચો-ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરીમાં ધરખમ વધારો; USમાં 41,330 ગુજરાતીઓ ગેરકાયદેસર ઘુસ્યા

Related Posts

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના
  • August 8, 2025

Rajasthan: રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાંથી 19 વર્ષિય યુવતીનો મૃતદેહ ગટરમાંથી મળી આવતાં હાહાકાર મચ્યો છે. મૃતકના પરિવારજનોને શંકા છે કે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરી…

Continue reading
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?
  • August 8, 2025

Huma Qureshi Brother Murder: બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવાનો આસિફને ગાળો આપતા અને હુમલો કરતા જોઈ શકાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 7 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 3 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 23 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 8 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 27 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 25 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું