Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Rajkot Accident: ગુજરાતમાં રોજે રોજ અકસ્માતનો ઘટનાઓમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક સીટી બસે 6 લોકોને કચડી નાખ્યા છે. જેમાંથી 4 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 2થી વધુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિંગ્નલ ખુલતાં જ ઓવરસ્પીડે બસ હંકારવામાં આવી હતી. જેથી આ અકસ્માત થયો છે.

આજે સવારે( 16 એપ્રિલ)ના રોજ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે કેટલાંક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાં 6 લોકોને અડફેટે આવી ગયા હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે બેથી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ઘટના બાદ મૃતકોના પરિવજનો અને અન્ય રાહદારીમાં રોષ ફાટી નીકળ્યો  છે. ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો છે. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી  છે અને મામલો થાળે પાડ્યો છે.

સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં  બસ ચલાવી અકસ્માત સર્જ્યો

આ ઘટનાના સીસીટીમાં પણ કેદ થઈ છે. જેમાં ડ્રાઇવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે ડ્રાઇવરે પીઘેલી હાલતમાં હોય તેવી પણ આશંકા સેવાઇ રહી છે. સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં બેદરકારીથી બસ ચલાવતા 6 લોકો બસની નીચે કચડાયા હતા, લોકોને કચડતાં બસ આગળ નીકળી ગઇ હતી. જેમાં 4ના મોત અને 2થી વધુ લોકોને સારવાર હેઠળ છે. આ ઘટનામાં બસચાલક  શિશુપાલસિંહ રાણાને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ સહિત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ગાંધીગ્રામ, યુનિવર્સીટી, માલવિયા, ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસકર્મીઓ પહોંચ્યા હતા.

મૃતકો અને ઈજાગ્રસ્ત માટે સરકાર સહાય જાહેર કરી શકે છે. જો કે સવાલ એ છે દર વખતે આ રીતે અકસ્માત થતાં હોય છે અને સરકાર માત્ર સહાય જાહેર કરી સંતોષ માને છે. બેફામ બનતાં વાહનચલાકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરાવી શકતી નથી. જેથી આવીને આવી ઘટનાઓમાં સતત વધારો થયો છે.

મૃતકના નામ

  • રાજુભાઈ ગીડા
  • સંગીતાબેન નેપાળી
  • કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ
  • ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટ

ઈજાગ્રસ્તોની યાદી

  • સુરજ ધર્મેશ રાવલ
  • વિશાલ રાજેશ મકવાણા
  • વિરાજબા મહાવીરસિંહ ખાચરશિશુપાલસિંહ રાણા

આ પણ વાંચો:

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

Related Posts

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા
  • October 28, 2025

Gujaratis kidnapped: ગુજરાતથી દિલ્હી થઈ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં કરાયું હતુ. ઈરાનમાં એક મહિલા સહિત ત્રણ પુરુષોને બંધક બનાવવામાં આવ્યા હતા. એજન્ટ અને પરિવારને તેમના ત્રાસના વીડિયો…

Continue reading
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!
  • October 28, 2025

Gujarat politics:  દેશમાં ચુંટણીઓનો માહોલ છે અને આગામી ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વચ્ચે જોરદાર માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 5 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 11 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 13 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 17 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

  • October 28, 2025
  • 9 views

  • 10 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!