
Rajkot Rap Case: રાજકોટ જીલ્લાના ગોંડલમાંથી ચકચારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. 17 વર્ષિય સગીરાને પીંખી નાખવામાં આવી છે. આરોપ છે કે સગીરાને કેફી પીણુ પીવડાવી, બેભાન કરી તેના પર બળાત્કાર ગુજારાયાના આરોપ લાગ્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે.
જાણવા મળી રહ્યું છે સાવરકુંડલાની સગીરા પર રીબડા ગામના અમિત ખામજી ખુંટ નામના શખ્સે ગોંડલ ચોકડી નજીક દુષ્કર્મ કર્યું હોવાનું પિડિતે જણાવ્યું છે. પિડિતાની બહેને કહ્યું બંનેના કોન્ટેક્ટ ઈસ્ટા દ્વારા થયા હતા. ત્યારબાદ ગીરાએ મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ સગીરાને યાજ્ઞિક રોડ પરથી ફરવા લઈ ગયો હતો. ત્યાર બાદ બંનેએ જ્યુસ પી ફરવા ગયા હતા. જે થયું તે બધુ ગોંડલ ચોકડી નજીક જ થયું છે. આ બાદ અમે ફરિયાદ નોંધાવી છે. વધુમાં યુવતીની બહેને કહ્યું કે અમને ન્યાય નહીં મળે તો આપઘાત કરી લઈશું.
ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના યુવાન સાથે સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા.
રાજકોટમાં રીબાડાના યુવાને 17 વર્ષની સગીરાને બેભાન કરી પીંખી નાંખી #viralvideo #rajkot #ribda #news
રીબાડાનો યુવાન ગોંડલના માથાભારે વગદારોનો નજીકનો pic.twitter.com/3G1Qc6gLX8
— The Gujarat Report (@TGujarat_Report) May 4, 2025
ગત શુક્રવારે મોડી સાંજ બાદ અમીત ખુંટ સગીરાને લઇને યાજ્ઞીક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બન્ને સાથે જ્યુસ પીધું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઇ ગઇ હતી. અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેની મોટી બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ હકીકત જણાવી હતી.
આ બાદ પોલીસે આરોપી શખ્સ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પણ વાંચોઃ
Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત
દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય
India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?
સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider
Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા
Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ
