Ahmedabad: લલ્લા બિહારી અને તેના પુત્રનું ચંડોળામાં રિકન્સ્ટ્રક્શન, જુઓ

Ahmedabad: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વર્ષોથી બાંગ્લાદેશીઓની વસાહત ઉભી કરતાં લલ્લા બિહારી અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે. આજે તેમનું ચંડોળા ખાતે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું છે. જે જગ્યાએ ફાર્મ હાઉસ હતુ ત્યા પણ લઈ જવામાં આવ્યા  છે.

લલ્લા બિહારીને રાજસ્થાનથી પકડી અમદાવાદ લવાયો છે. તે દબાણો હટાવવાની કામગીરી ચાલુ થાય તે પહેલા જ ભાગી ગયો હતો. જ્યારે તેનો પુત્ર ઝડપાઈ ગયો હતો. ત્યારે પિતા-પુત્રને ઝડપી પાડી અમદવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને ચંડોળા વિસ્તારમાં લઈ ગઈ હતી. જ્યા તેમનું રિકન્સટ્રક્શન કરાયું હતુ. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરત લઈ જવામાં આવ્યા હતા.

પિતા પુત્ર પર શું છે આરોપ?

લલ્લા બિહારી, જેનું અસલી નામ મહેમૂદ પઠાણ છે, તે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવા માટે કુખ્યાત છે. તેની સામે ખોટા દસ્તાવેજો બનાવવા, ગેરકાયદે વીજળી કનેક્શન આપવા, વ્યાજખોરી, દેહવ્યાપાર અને ગેરકાયદે જમીન પચાવી પાડવાના આરોપો છે. તેણે ચંડોળા તળાવ પાસે આલીશાન ફાર્મહાઉસ અને અન્ય ગેરકાયદે બાંધકામો કર્યા હતા, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા.

તેના પુત્ર, ફતેહ મોહમ્મદ પઠાણ, પણ આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હતો. ફતેહની 29 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લલ્લા બિહારી ફરાર હતો. બાદમાં, 2 મે, 2025ના રોજ લલ્લા બિહારીની રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના મોટી ઝેર ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, લલ્લા બિહાહરી પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખોટા આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રો બનાવી આપ્યા, જેના માટે તે દરેક વ્યક્તિ પાસેથી 1.5 થી 3.5 લાખ રૂપિયા વસૂલતો હતો. તેની ગેરકાયદે પ્રવૃત્તિઓથી દર મહિને 10-20 લાખ રૂપિયાની કમાણી થતી હતી. પોલીસ તેની સંપત્તિ અને રાજકીય નેતાઓ સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.

પણ વાંચોઃ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ