
Rajkot: ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણાજ સમયથી અસંતોષની ઘટનાઓ બની રહી છે નવા બનેલા ભાજપ અધ્યક્ષ હજુતો બરાબર ખુરશી સંભાળેતે પહેલાં શિસ્તના ધજાગરા ઉડતા બનાવો સામે આવી રહયા છે બીજી તરફ મંત્રીમંડળમાં થનારા વિસ્તરણ મામલે નેતાઓમાં અસમંજસની સ્થિત વચ્ચે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ પહોંચે તે પહેલાં જ ભાજપના બેનરમાં મોદીજીના મોઢા ઉપર કોઈ ઇસમે કાળો કૂચડો ફેરવી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.
જગદીશ પંચાલ હાલ ગુજરાતનો પ્રવાસ ખેડી રહયા છે જે અંતર્ગત તેઓની આજે રાજકોટની મુલાકાત લેનાર છે અને અહીંના રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે તેવે સમયે ભાજપના એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટા ઉપર કોઈ મોઢા ઉપર કાળી શાહી લગાવી દેતા ભારે ચકચાર મચી છે જોકે,ઘટનાની જાણ થતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપાની ટીમે અગમચેતી વાપરી તાત્કાલિક બેનર હઠાવી દીધું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની આજની રાજકોટ મુલાકાત સમયે અહીંના ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટેના વિશાળ બેનરો લગાવવામાં આવ્યા છે જે પૈકી બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં મોઢા ઉપર અજાણ્યા શખ્સોએ કાળી શાહી લગાવી છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે.રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5:30 વાગ્યાથી સભા યોજનાર છે.
પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે,હાલતો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં મુલાકાતો શરૂ કરી છે અને તેમનો પ્રવાસ ચાલુ રહેશે પણ આ સમયગાળા દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શકયતા છે જેમાં માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ ધનતેરસના દિવસે નિશ્ચિત મનાઈ રહ્યું છે.
મહત્વનું છે કે રાજ્યપાલ આચાર્ય દેવરત હાલ 17 ઓક્ટોબર સુધી ગુજરાત બહાર કુરુક્ષેત્રના પ્રવાસે છે જેઓ પોતાના વતનમાં 16 તારીખ સુધી રહેશે ત્યારબાદ તા.17 મીએ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યક્રમ છે જે અગાઉથીજ નકકી થયેલો કાર્યક્રમ છે.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરજ પાસે મહારાષ્ટ્રનો પણ ચાર્જ હોવાથી 17 તારીખના કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવી પડશે જેથી મનાય રહ્યું છે કે રાજ્યપાલનો પ્રવાસ ટુંકાવામાં ન આવે તો તા.18મીએ ધનતેરસ કે બીજા દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ શક્યતાઓ છે જે દિવાળી પહેલાજ થવાની વાત હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આવા સમયે રાજકોટમાં મોદીજીના મોઢા ઉપર કોઈએ કાળો કૂચડો ફેરવી દેતા મામલો ગરમાયો છે જોકે,આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નહીં થતાં કોઈ ગુનો દાખલ થયો નથી.
આ પણ વાંચો:
Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!
Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન








