
Rape of a child: આજકાલ નાની બાળકીઓથી લઈ સગીર,યુવતીઓ કે મહિલાઓ ઉપર બળાત્કારના બનાવો સતત વધી રહયા છે ત્યારે મોટી ઉંમરના નરાધમો પણ આવી ઘટનાઓ ને અંજામ આપતા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે જે ચોંકાવનારું છે.
મોટી ઉંમરના વડીલ ગંદુ કામ ન કરી શકે તેવી માન્યતા ક્યારેક બાળકની જિંદગી નર્ક બનાવી શકે છે તેેેેેથી મોટા છે તો આવું નહિ કરે તે માનવું ભૂલ ભરેલું છે,આવાજ પ્રકારનો બનાવ સૌરાષ્ટ્રમાં સામે આવ્યો છે.
તમે કલ્પના પણ ન કરી શકો તેવી હચમચાવી નાખતી ઘટનામાં 70 વર્ષના ભાભાએ તેની પૌત્રીની ઉંમરની 14 વર્ષની બાળકી ઉપર નજર બગાડી હતી અને નાદાન બાળકીને ધમકી આપી વારંવાર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવી દેતા તેણે બાળકને જન્મ આપતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઇ છે.
સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસમથક હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં 70 વર્ષના દાદાની ઉંમરના એક વૃદ્ધે 14 વર્ષની માસૂમ બાળકી ઉપર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેતા બાળકીને જ્યારે પેટમાં દુખાવો ઉપડતાં તેને હોસ્પિટલમાં લઈ જવતા ત્યાં આ કિશોરીએ બાળકને જન્મ આપતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને નરાધમ વૃદ્ધ ઉપર લોકો ફિટકાર વરસાવી રહયા છે.
પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવતા 70 વર્ષના અરજણ ખોડાભાઇ નામના વૃદ્ધની પોલીસે ધરપકડ કરી લીધી છે,આ વૃદ્ધ 14 વર્ષીય કિશોરીને તેના પિતાને મારી નાખવાની ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે,કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ ઉંમરનો વૃદ્ધ આવું પણ કરી શકે.
હકીકત સામે આવતા સૌ ચોંકી ઉઠ્યા હતા અને વૃદ્ધ ઉપર ફિટકાર વરસાવી રહયા છે અને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
સમાજમાં હવે વડીલો પણ આવા કૃત્યો કરતા ઝડપાઇ રહ્યાના અનેક કિસ્સા સામે આવી રહયા છે ત્યારે હવે બાળકોને સુરક્ષિત રાખવા કોઈપણ ઉંમરના વ્યક્તિ સાથે બાળકોને એકલા ન છોડવા જોઈએ કે જ્યારે કોઈ વધારે પડતું વ્હાલ દેખાડે તો એલર્ટ થઈ જઈ તેનાથી બાળકને દૂર રહેવા સમજાવવું જોઈએ તેવી સલાહ વાલીઓને અપાઈ રહી છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







