
Sabar Dairy Protest: સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં ન આવતાં આંદોલન વધુ આક્રમક બન્યું છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી સંચાલિત પાર્લરોમાં બે દિવસથી દૂધની સપ્લાય બંધ કરવામાં આવતાં પેકીંગ દૂધ ન મળતાં ગ્રાહકોમાં બુમરાણ શરુ થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ લઈ આવતાં વાહનોનાં પૈડાં થંભાવી દેવામાં આવ્યાં છે જેના કારણે ગ્રાહકોને પશુપાલકોના ત્યાંથી છૂટક દૂષ ખરીદવાની ફરજ પડી છે.
પાર્લરો પર દૂધની અછતથી ગ્રાહકોમાં બુમરાણ
છૂટક દૂધ ખરીદવાની ગ્રાહકોને ફરજ પડી સાબરડેરીમાં ભાવફેરનો વિવાદ વધુ પેચીદો બનવા લાગ્યો છે. પશુપાલકોએ ડેરીઓમાં દૂધ ભરાવાનું બંધ કરતાં ડેરીમાં દૂધની દૈનિક 15 લાખ લીટરથી વધુ આવક ઘટયા પછી હવે સાબરડેરીના માધ્યમથી પાર્લરોમાં પહોંચાડવામાં આવતા પેકીંગ દૂધને તેની સીધી અસર થઈ છે. જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને શુદ્ધ દૂધ મળી રહે તે માટે ડીલરો નીમી પાર્લર ખોલવામાં આવ્યાં છે પરંતુ સાબરડેરીના વિવાદ વચ્ચે હવે દૂધની આવક ઘટી જતાં પાર્લરોમાં પૈકીંગ દૂધનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાબરડેરીમાંથી દૂધનાં કેરેટ લઈ પાર્લરો સુધી પહોંચતાં વાહનોનાં પૈડાં થંભાવી દેવામાં આવ્યાં છે.
પશુપાલકોનું શું કહેવું છે?
પ્રાપ્ત વિગતો મુજબ સાબરડેરીના સત્તાવાળાઓ દ્વારા પાર્લર ચલાવનારાઓને મેસેજ મોકલ્યા પછી દૂધની સપ્લાય બંધ કરવામાં આવી છે જેમાં દૂધ વાહનના ચાલકો સાબરડેરીના વિવાદના કારણે વાહનો લઈને ગામડામાં જવાની ના પાડી રહ્યા છે. દૂધ જોઈતું સાબરડેરીના માથે સાબરડેરીની આર્થિક સ્થિતિ સદ્ધર હોવાના ચેરમેન અને એમ.ડી.એ જાહેરમાં આવીને દાવા કરવા પડી રહ્યા છે. ત્યારે ગુરુવારે ચોક્કસ સોશ્યલ મિડીયાના ગૃપમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો હાલ સાબરડેરી માટે જે આંદોલન અત્યારે ચલાવવામાં આવે છે તે દરેક પશુપાલકના સહકાર વગર સફળ થશે નહીં. આ સાબરડેરીના માથે હાલ 2100 કરોડનું દેવું છે અને હાલ જે 9.5 ટકા વધારો ચૂકવ્યો તે અંબાજી મંદિરના ટ્રસ્ટમાંથી લાવીને આપેલો છે. આ લોકો જોડે આપણે ચૂકવવા જેટલા પણ પૈસા નથી.
અહેવાલ : ઉમંગ રાવલ
આ પણ વાંચો:








