
- સાબરકાંઠા: પોશીના નજીક બે બાઇક સામ-સામે ધડાકાભેર અથડાઇ; 4 યુવકોના મોત
રાજ્યમાં પ્રતિદિવસ રોડ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સતત વધી રહેલા રોડ અકસ્માતો વચ્ચે સાબરકાંઠાના પોશીના નજીક સર્જાયેલા એક અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવકોના મોત થતાં પંથકમાં શોકનો માહોલ પસરી ગયો છે. બે-બાઇક ધડાકાભેર સામ-સામે અથડાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે 1 યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના પોશીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. બે સ્પોર્ટ્સ બાઇક સામે-સામે ધડાકાભેર ટકરાતા 3 યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજતાં આ અકસ્માતમાં 4 યુવકોને જીવ ગુમાવ્યો છે.
અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી હતી. અકસ્માતમાં 4 જુવાનજોધ યુવકોએ જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો- ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ પહેલા રોહિત-કોહલી અને ગંભીરની મીટિંગ બની ચર્ચાનો વિષય; જાણો શું છે મુદ્દો