
Lunawada BJP Scandal । રાજ્યમાં ભાજપના કૌભાંડની પોલ હવે ખુદ પક્ષનાજ સભ્યો ખોલી રહયા છે અને ગેરરીતિઓના મામલા સામે આવી રહયા છે હજુતો બે દિવસ પહેલાજ અમરેલી જિલ્લાના ચલાલામાં પણ ભાજપના પ્રમુખ-ઉપ પ્રમુખ સામે ગેરરીતિ મામલે ભાજપના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે ત્યારે હવે લુણાવાડા નપામાં પણ ભાજપના પ્રમુખ કીર્તિ પટેલ સામે કૌભાંડના ખુદ ભાજપના સભ્યોએ આરોપ લગાવતા રાજ્યમાં ભાજપનું નામ કૌભાંડમાં ઉછળી રહ્યું છે.
લુણાવાડા નગર પાલિકામાં સ્વિમિંગ પુલ કૌભાંડ ગાજયું છે જેમાં પાલિકાના ભાજપના જ શાસકોએ ભાજપના જ પ્રમુખ સામે કૌભાંડનો આરોપ લગાવ્યો છે. પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને પ્રમુખ સામે કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
પાલિકાના ભાજપના 11 સભ્યોએ આરોપ લગાવ્યો છે કે પાલિકા પ્રમુખે સ્વિમિંગ પુલનું કામ અધૂરૂ છે અને સત્તાધીશોએ રૂપિયા 41 લાખની ચૂકવણી કરીને કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો કરાવ્યો છે. એટલું જ નહીં સ્વિમિંગ પુલના બાંધકામમાં પણ ગેરરીતિ આચરીને રૂ. દોઢ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લુણાવડામાં LED કૌભાંડ, ટાઇમર સ્વિચ કૌભાંડે ભારે ચર્ચા જગાવી હતી ત્યારે હવે ભાજપના સ્વિમિગ પૂલ કૌભાંડને લઇને રાજકારણ ગરમાયું છે અને ભાજપના પાલિકા પ્રમુખ સામે ખુદ ભાજપના જ સભ્યોએ અવાજ ઉઠાવતા મામલો ગરમાયો છે.
મહીસાગર જિલ્લામાં ભાજપ શાસિત લુણાવડામાં અગાઉ LED અને ટાઈમર સ્વીચ કૌભાંડ બાદ હવે સ્વિમિંગ પુલની કામગીરીમાં બારોબાર રૂ. 40 લાખથી વધુના ચુકવણાનો ગંભીર મામલો ચર્ચામાં આવ્યો છે.
આ મામલે પાલિકાના પ્રમુખ કિર્તી પટેલ વિરુદ્ધ ભાજપના જ 11 સભ્યોએ ચીફ ઓફિસરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરતાં પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ભાજપના ફરિયાદ કરનાર સભ્યોની રજૂઆત મુજબ, અંદાજે રૂ. 1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ જર્જરિત સ્વિમિંગ પુલ ચાલુ કરવાના નામે માત્ર પાઈપો અને નાની મોટરો નાખવાના બહાને ‘શ્રીજી કન્સ્ટ્રક્શન’ના નામે પ્રમુખ દ્વારા રૂ. 40,69,057/-ની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી છે. પ્રમુખ જ્યારે કોંગ્રેસમાં હતા, ત્યારે પણ ટાઉન હોલ બનાવવાના નામે ખાડો ખોદીને રૂ. 46 લાખ ઉપાડ્યા હતા, જેના પગલે તત્કાલીન પ્રમુખને સસ્પેન્ડ કરી રૂ. 46 લાખની રિકવરીના આદેશ કરાયા હતા. સ્વિમિંગ પુલના રૂ. 40 લાખ ઉપરાંત LEDમાં રૂ. 15 લાખ, ટાઈમર સ્વીચમાં રૂ. 32 લાખ સહિત બીજા અનેક કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ છે.
આમ ગુજરાતમાં ભાજપમાં ભ્રષ્ટાચાર મામલે સતત હેડ લાઈનમાં રહ્યો છે ત્યારે આગામી ચૂંટણીઓ દરમિયાન આ મુદ્દો ભારે પડવાનો છે.
આ પણ વાંચો:
Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ






