
Seema Haider: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા છે. જો કે કેટલાક સૂત્રો કહે છે કે 30 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા ચૂક થવા બદલ મોદી સરકાર ઘેરાઈ છે. લોકો મોદી અને અમિત શાહ સામે રોષ ઠાલવી રહ્યા છે. આ પછી મોદી સરકારે બેઠકોનો દોર કરી પાકિસ્તાન સામે કાર્યવાહી હાથ ધરી છે. સિન્ધુ જળ સંધ સ્થગિત કરી નાખી છે. દૂતાવાસ ખાલી કરાવી દીધુ છે. પાકિસ્તાનમાંથી પણ દૂતોને બોલાવી લેવા નિર્ણય લીધો છે. સાથે સાથે પાકિસ્તાની વિઝા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાની નાગરિકોને 1 મેં સુધી ભારતમાંથી નિકળી જવા આદેશ કર્યો છે.
આ આદેશ બાદ બંને દેશમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય લોકો મુશ્કેલીઓમાં મૂકાયા છે. કારણ કે ભારત-પાકિસ્તાન લોકો પરસ્પર સંબંધો ધરાવે છે. ઘણી મહિલાઓના ભારતમાં પિયર-સાસરી છે. તો ઘણા પુરુષો પાકિસ્તાનમાં પરણેલા છે. જેથી બંને દેશના લોકો વચ્ચે અવરજવર રહે છે. જો કે ભારત સરકારે હવે અટારી બોર્ડર પાકિસ્તાનીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બીજી બાજુ હવે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર શું ભારતમાં રહેશે કે પાકિસ્તાન જશે તે પણ એક સવાલ છે. તે સચીનના પ્રેમમાં પડી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી હતી. પોતાના 3 સંતાનો સાથે લઈ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા આવી હતી અને આજે તે સચીન દ્વારા વધુ એક છોકરીની માતા છે.
1 મે સુધી પાકિસ્તાનીઓને ભારતમાંથી નીકળી જવા આદેશ
સીમાના વકીલ ડૉ. એપી સિંહ જણાવ્યું હતુ કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા અંગે સરકારે લીધેલો નિર્ણય ખૂબ જ સારો છે અને અમે બધા તેમના નિર્ણય સાથે છીએ. 1 મે સુધી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાના સરકારના નિર્ણય વિશે કહ્યું કે સરકારે જે નિર્ણય લીધો છે તે સરહદી કેસોમાં લાગુ પડતો નથી. સરકારે પાકિસ્તાનીઓને 1 મે સુધી નીકળી જવા કહ્યું છે.
સીમા બધા નિયમોનું પાલન કરી રહી છે?
એપી સિંહ આગળ કહે છે કે સીમાનો કેસ એટીએસની તપાસ હેઠળ છે, જે હાલમાં એટીએસ હેઠળ ચાલી રહ્યો છે, જ્યાં સીમાની ધરપકડ કરવામાં આવી છે અને તેને જામીન પણ મળી ગયા છે અને તે કોર્ટના આદેશ અને જામીનની શરતો અનુસાર ભારતમાં રહે છે. જામીનમાં સ્પષ્ટ લખ્યું છે કે સીમા અહીં રહી શકે છે, જેના કારણે તે સચિન સાથે રહી છે અને બધા નિયમોનું પાલન પણ કરી રહી છે. આ ઉપરાંત, સીમાને હવે એક પુત્રી છે જેનું જન્મ પ્રમાણપત્ર ભારતનું છે અને તેથી ગાર્ડિયન એક્ટ હેઠળ, સીમા અહીં જ રહેશે. સરહદ પાર કરવાનો કેસ હજુ પણ કેસ ચાલી રહ્યો છે.
સરહદનો મામલો અલગ
એપી સિંહ કહે છે કે સરકાર દ્વારા જેમને પાછા જવાનું કહેવામાં આવ્યું છે તે પ્રવાસીઓ છે જે પાકિસ્તાનથી વિઝા અને પાસપોર્ટ સાથે ભારત આવ્યા હતા, પરંતુ સીમા સાથે આવું નથી કારણ કે સીમા પાસે ન તો વિઝા છે કે ન તો પાસપોર્ટ. આ કારણે તેનો કેસ ATS ની અંદર ચાલી રહ્યો છે. એટલા માટે પાકિસ્તાન પાછી નહીં જાય. તે ફક્ત ભારતમાં જ રહેશે.
સીમા અને સચીન બંને સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા?
સીમા હૈદર અને સચીન મીણાની પ્રેમકહાની 2019માં ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે શરૂ થઈ. બંને ગેમ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા અને ધીરે ધીરે વાતચીત વધી. આ વાતચીત મોબાઈલ નંબરની આપ-લે સુધી પહોંચી, અને વોટ્સએપ પર નિયમિત સંવાદ શરૂ થયો. સીમાએ જણાવ્યું કે સચીન સાથે વાત કરવાની ખુશી, ખાસ કરીને ભારતીય યુવક સાથે જોડાવાનો રોમાંચ, તેને આકર્ષિત કરતો હતો. આ વાતો આખી રાત ચાલવા લાગી, જેનાથી તેમનું આકર્ષણ ગાઢ બન્યું.
લગભગ ત્રણ વર્ષના સમયગાળામાં, તેમનો પ્રેમ એટલો ઊંડો થયો કે સીમાએ પોતાના પતિ ગુલામ હૈદરને છોડીને સચીન સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. બંનેએ દુબઈમાં મળવાની યોજના બનાવી, પરંતુ સચીન પાસે પાસપોર્ટ ન હોવાથી તે શક્ય ન બન્યું. આખરે, સીમાએ 2023માં નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
તે 10 માર્ચથી 17 માર્ચ સુધી સચીન સાથે કાઠમંડુમાં રહી. તેમનો દાવો છે કે તેમણે 12 માર્ચ, 2023ના રોજ નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. સીમાનું કહેવું છે કે તેણે આ બધું સચીન પ્રત્યેના પ્રેમ અને તેની સાથે જીવવાની ઈચ્છા માટે કર્યું, જેના માટે તેણે પાકિસ્તાનમાં પોતાનું ઘર વેચી દીધું અને ચાર બાળકો સાથે સચીનના પ્રેમને પામવા ભારતી આવી હતી.
આ પણ વાંચોઃ
Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન
Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત
ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!
Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે