સેન્સેક્સમાં 1200 તો નિફ્ટીમાં 390 પોઇન્ટનો કડાકો; HMPV વાયરસ જવાબદાર

  • Others
  • January 6, 2025
  • 2 Comments

આજે 6 જાન્યુઆરીએ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 77,980 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 390 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,610ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ઘટી રહ્યા છે અને 1 વધી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 48 ઘટી રહ્યા છે અને 3 વધી રહ્યા છે. NSE સેક્ટરલ ઇન્ડેક્સમાં PSU બેન્ક 3.68% ના ઘટાડા સાથે સૌથી વધુ લુઝર ટ્રેડ કરી રહી છે. નવા વર્ષમાં શેરબજાર આકર્ષક ખૂલ્યા બાદ સપ્તાહની શરૂઆત નકારાત્મક રહી છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 1200થી વધુ પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિફ્ટી50 પણ 390થી વધુ પોઈન્ટ તૂટ્યું છે.

11.50 વાગ્યે નિફ્ટી 361 પોઈન્ટ તૂટી 23643.75 પર જ્યારે સેન્સેક્સ 1139.75 પોઈન્ટ તૂટી 78083.36 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, મેટલ, રિયાલ્ટી, પાવર શેર્સમાં મોટા ગાબડાં સાથે શેરબજાર કડડભૂસ થયા છે. વૈશ્વિક સ્તરે પણ ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો તળિયે ઝાટક થયો છે.

આ પણ વાંચો-શું ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ બનશે મહામારી?: ભારતમાં પહેલો કેસ મળ્યા પછી જાણો ડોક્ટરો શું કહી રહ્યા છે?

બીજી તરફ રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવ્યા છે. જેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર થઈ છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવશે, તેવો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ (VIX) 6 ટકા ઉછળ્યો છે.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. બેન્કિંગ શેર્સમાં ગાબડું નોંધાયું છે. બેન્ક ઓફ બરોડા 5.30 ટકા, યસ બેન્ક 4.16 ટકા, કેનેરા બેન્ક 3.75 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એચડીએફસી બેન્કમાં મોટાપાયે વેચવાલી નોંધાયા વોલ્યૂમ ઘટ્યા છે. પરિણામે બેન્કેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 1400થી વધુ અને મીડકેપ 950 પોઈન્ટ તૂટ્યો છે.

માર્કેટ નિષ્ણાતોના મતે, શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. જેનો એક કેસ દેશમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે, ડબ્લ્યૂએચઓ મુજબ વાયરસના કેસોમાં 2 જાન્યુઆરી સુધીમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નથી.

રોકાણકારોની મૂડીમાં 10 લાખ કરોડનો ઘટાડો

શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોની મૂડી બપોરના સેશનની શરૂઆત સાથે જ રૂ. 9.61 લાખ કરોડ ઘટી છે. બીએસઈ ખાતે 363 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે કુલ ટ્રેડેડ 4099 શેર્સ પૈકી માત્ર 734 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 3223 શેર રેડઝોનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ 159 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે.

આ પણ વાંચો- AHMEDABAD: શેરબજારના નામે રોકાણ કરાવી ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!